GSTV
Home » News » નવા વર્ષથી રેલવેમાં મુસાફરી થઇ જશે મોંઘી, ભાડામાં થશે આટલો વધારો

નવા વર્ષથી રેલવેમાં મુસાફરી થઇ જશે મોંઘી, ભાડામાં થશે આટલો વધારો

ભારતીય રેલવે ટૂંક સમયમાં મુસાફરોના ભાડામાં વધારો કરી શકે છે. રેલવે બોર્ડને તેના માટે મંજૂરી મળી ચુકી છે. તેના માટે રેલ અધિકારીઓ વચ્ચે મંથન શરૂ થઇ ચુક્યુ છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર રેલવે સબઅર્બન ટ્રેનોથી લઇને મેલ/એક્સપ્રેસના દરેક ક્લાસના ભાડામાં વધારો કરવા જઇ રહ્યું છે.

આ વધારો 5 પૈસા પ્રતિ કિલોમીટરથી લઇને 40 પૈસા પ્રતિ કિલોમીટર સુધી હોઇ શકે છે. આ રીતે રેલવેના દરેક ક્લાસના ભાડામાં 15થી 20 ટકા સુધીનો વધારો થઇ જશે.

આ વધેલા ભાડાની ઘોષણા ડિસેમ્બરના અંત સુધી થવાની સંભાવના છે જ્યારે વધેલુ ભાડુ 1 ફેબ્રુઆરી 2020થી લાગુ થઇ શકે છે. રેલવેએ છેલ્લે વર્ષ 2014માં તે સમયે નવી સરકાર બન્યા બાદ ભાડામાં આસરે 15 ટકાનો વધારો કર્યો હતો. હાલના સમયમાં રેલવેમાં ખર્ચ કરતાં સરેરાશ 43 ટકા ઓછુ ભાડુ વસૂલવામાં આવે છે.

રેલવેને થયું આટલું નુકસાન

જો અલગ અલગ ક્લાસની વાત કરીએ તો રેલવેને સબ અરબન ટ્રેનના ભાડા પર આશરે 64 ટકા નુકસાન ભોગવવુ પડે છે. જ્યારે નૉન સબ અર્બન ટ્રેનની સવારી ડબ્બા પર 40 ટકાનું નુકસાન થાય છે. સાથે જ એસી 1 પર આશરે 24 ટકાનું નુકસાન, એસી 2 પર આશરે 27 ટકા નુકસાન, સ્લીપર ક્લાસથી આશરે 34 ટકા નુકસાન અને ચેર કારમાં આશરે 16 ટકાનું નુકસાન થાય છે.

Read Also

Related posts

સુરક્ષિત રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ છે પહેલી પસંદ, જાણો FDનાં ફાયદાઓ અને નુકસાન વિશે

Mansi Patel

મોટેરામાં તેઓ મારા માટે નહીં પણ તમારા માટે આવ્યા હતા, ટ્રમ્પે ખુલ્લાદીલે કર્યો આ ખુલાસો

Mansi Patel

ફોન ચોરી અથવા ખોવાઈ જાય તો પરેશાન ન થતા, આ રીતે તમારા વોટ્સએપ એકાઉન્ટને કરો સિક્યોર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!