GSTV

8 લાખથી વધુ રેલવે કર્મચારીઓ અચાનક ઉતરી પડયા વિરોધ પ્રદર્શન કરવા, આ હતું કારણ

રેલવે કર્મચારીઓએ બોનસની ચુકવણીમાં વિલંબ થયો હોવાના કારણે મંગળવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું, ઓલ ઇન્ડિયા રેલ્વે મેન્સ ફેડરેશને તેની માહિતી આપી. ફેડરેશને જણાવ્યું  કે જો બોનસ તાત્કાલિક જાહેર કરવામાં ન આવે તો તેઓ વિરોધ પ્રદર્શન અને સીધી કાર્યવાહી કરવા મજબુર થશે.

રેલવે કર્મચારીઓ

બોનસની ચૂકવણીમાં વિલબને કારણે વિરોધ

ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ઉત્પાદકતા સંબંધિત બોનસની ચુકવણીમાં બિનજરૂરી વિલંબ સામે તમામ ફેડરેશનની-માન્યતા પ્રાપ્ત યુનિયનોએ દેશભરમાં વિરોધ નોંધાવ્યો છે.

8 લાખથી વધુ કર્મચારીઓ જોડાયા વિરોધમાં

તેમણે કહ્યું કે ગઈકાલે રેલ્વે બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હોવા છતાં આ વિરોધ પ્રદર્શનમાં દેશભરમાં આઠ લાખથી વધુ રેલ્વે કર્મચારીઓએ ભાગ લીધો હતો.

2019-20 માટે આપવાનું હતું બોનસ

મિશ્રાએ કહ્યું કે આ બોનસ 2019-20 માટે આપવામાં આવનાર છે જ્યારે કોરોના વાયરસ ન હતો અને રેલ્વેએ નફો કર્યો હતો. તેમણે કહ્યું કે આ જ કારણે રેલવે મંત્રાલયે તમામ રેલ્વે કર્મચારીઓને બોનસ ચૂકવવા ઓક્ટોબરનાં પહેલા અઠવાડિયામાં નાણાં મંત્રાલયને ભલામણ મોકલી હતી.

બોનસ ચૂકવણીમાં વિલંબ કેમ?

છેલ્લા ચાર દાયકાથી, દુર્ગા પુજાના એક અઠવાડિયા પહેલા, કર્મચારીઓને બોનસ આપવામાં આવ્યું છે. મિશ્રાએ કહ્યું કે આ વર્ષે કેમ વિલંબ થાય છે? એક તરફ વડાપ્રધાન અને રેલ્વે મંત્રી રેલ્વે કર્મચારીઓના કામની પ્રશંસા કરી રહ્યા છે પરંતુ બીજી તરફ બોનસની ચુકવણી પ્રત્યે તેમનું વલણ અલગ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!