GSTV

રેલવે કર્મચારીઓએ આપ્યું અલ્ટીમેટમ, 20 ઓક્ટોબર સુધીમાં જો બોનસ નહીં મળે તો કરશે આવું કામ

તહેવારોના સમયે રેલવેના કર્મચારીઓને બોનસ ન મળવાના કારણે નારાજ છે. દર વર્ષે દુર્ગા પૂજા પહેલા રેલવેમાં બોનસ આપી દેવાની પરંપરા છે. બોનસ મળશે કે નહીં તેની હજું કોઈ ખાતરી રેલવે મંત્રાલય આપી શકતું નથી. ઓલ ઈન્ડિયા રેલવે મેંસ ફેડરેશનની NCRMU સાથે વર્ચ્યુલ મીટીંગ થઈ હતી. જેમાં નક્કી થયું હતું કે 21 ઓક્ટોબરે બોનસની (productivity linked bonus) જાહેરાત કરવામાં નહીં આવે તો 22 ઓક્ટોબરે બે કલાક માટે રેલવેમાં ચક્કા જામ થઈ જશે. 2014 પછી રેલવેમાં આ રીતે પહેલી વખત યુનિયન દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી છે.

ઓલ ઈન્ડિયા રેલવે મેંસ ફેડરેશન નેતા શિવા ગોપાલ મિશ્રાએ કહ્યું કે, કોરોનામાં રેલ કર્મચારીઓએ અઠવાડિયામાં 7 દિવસ 24 કલાક કામ કર્યું હતું. પરંતુ રેલવે સત્તાવાળાઓ આ કામ સામે આંખ આડા કાન કરી રહ્યાં છે. કર્મચારીઓમાં આક્રોશ છે. કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી નીતિની પણ આલોચના કરી હતી. 20 ઓક્ટોબરે કર્મચારીઓ બાનસ દિવસ મનાવશે. 21મીએ જવાની રાહ જોશે, જો જાહેરાત નહીં થાય તો 22મીએ વિરોધ પ્રદર્શન કરશે. આ આંદોલનને રેલ બચાવો, દેશ બચાવો આંદોલન તરીકે ચલાવવામાં આવશે.

READ ALSO

Related posts

રાહતના સમાચાર : છેલ્લા પાંચ અઠવાડિયાથી કોરોનાથી થતા મૃત્યુમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો

Nilesh Jethva

આ ડેરીઉદ્યોગ સાથે શરૂ કરો બિઝનેસ, પ્રથમ દિવસથી જ થશે તમને મોટી કમાણી

Karan

પૈસાનું રોકાણ કરતા પહેલા ચેક કરો કેટલા સમયના રોકાણમાં મળશે ફાયદો, નહીતર થશે મોટુ નુકસાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!