GSTV

શું ખરેખર કેન્સલ થઇ ગઇ 30 સપ્ટેમ્બર સુધીની તમામ રેગ્યુલર ટ્રેન? રેલવેએ આપ્યો આ જવાબ

ટ્રેન

સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રેલ્વે મંત્રાલયે 30 સપ્ટેમ્બર સુધી બધી નિયમિત ટ્રેનો રદ કરી દીધી છે. પરંતુ આ સમાચાર સંપૂર્ણપણે ફેક ન્યૂઝ નિકળ્યા છે.રેલવે મંત્રાલયે આ તમામ દાવાઓને નકારી દીધા છે. મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ નિયમિત ટ્રેનો રદ થવાનો રિપોર્ટ ખોટો છે. રેલવે દ્વારા કોઈ નવો સરક્યુલર બહાર પાડવામાં આવ્યો નથી.

30 સપ્ટેમ્બર સુધી તમામ નિયમિત ટ્રેનો રદ્દ થયાના અહેવાલોની આ છે હકીકત

રેલવે મંત્રાલયે ટ્વીટ કરી જણાવ્યું કે મીડિયાના કેટલાક વિભાગમાં એવા અહેવાલો આવ્યા છે કે રેલ્વેએ 30 સપ્ટેમ્બર સુધી તમામ નિયમિત ટ્રેનો રદ કરી છે, પરંતુ આ અહેવાલો સાચા નથી. રેલ્વે મંત્રાલયે કહ્યું કે વિશેષ મેઇલ એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન ચાલુ રહેશે.અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર એવા રિપોર્ટ આવી રહ્યા હતા કે કોરોના વાયરસને કારણે મોદી સરકારે 30 સપ્ટેમ્બર સુધી બધી નિયમિત ટ્રેનો રદ કરી દીધી છે.

પરંતુ આ સમાચાર ખોટા છે. રેલવેએ 12 ઓગસ્ટ સુધી નિયમિત મેઇલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોની સાથે તમામ ઉપનગરીય ટ્રેનોને રદ કરી દીધી છે.થોડા દિવસો પહેલા રેલ્વે બોર્ડે કહ્યું હતું કે, ‘1 જુલાઈથી 12 ઓગસ્ટની વચ્ચે મુસાફરી માટે તમામ નિયમિત ટ્રેનો માટેની બુકિંગ કરાયેલી ટિકિટ રદ્દ કરવામાં આવી છે.બધી રકમ પરત કરવામાં આવશે. અગાઉ રેલ્વેએ 30 જૂન સુધી તમામ ટ્રેનો રદ કરી હતી. પરંતુ 12 ઓગસ્ટના ભવિષ્ય વિશે કંઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Read Also

Related posts

હવે ડાયમંડ જ્વેલરીનાં બદલામાં મળશે લોન,મંગળ ક્રેડિટ એન્ડ ફિનકોર્પે કર્યો ગોલ્ડ લોન માર્કેટમાં પ્રવેશ

Mansi Patel

સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ખેડૂતોએ ગણાવી લોલીપોપ, વીમા કંપનીઓ પર દબાણ કરી વીમો અપાવવા કરી માગ

Nilesh Jethva

અમરેલીનો સુરવો ડેમ ફરી ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!