GSTV

CCTVથી લઈને સતર્કતા બેલ સુધી, રેલવે લઈને આવવાનું છે આ 20 ઈનોવેશન

Last Updated on July 27, 2020 by Karan

PM મોદીના આહવાન બાદ રેલવે હવે આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહિત કરવામાં વ્યસ્ત છે. રેલવે દ્વારા ઘણાં ઈન હાઉસ ઈનોવેશન કરવામાં આવ્યાં છે. જેમાં સતર્ક કરવા માટે કલાકથી લઈને કોચની અંદર સીસીટીવી જેવા કુલ 20 નવા ઈનોવેશન (Railway 20 new innovations)કરવામાં આવી છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે તેનો એક સંપૂર્ણ વીડિયો ટ્વીટ કર્યો છે.

સતર્કતા બેલ સિસ્ટમ

રેલવેનાં ઈનોવેશનમાં સતર્કતા બેલ પણ શામેલ છે. ટ્રેન રવાના થાય તે પહેલાં મુસાફરોને સતર્ક કરવા માટે એક ઘંટડી વગાડે છે. એટલે કે, જો કોઈ મુસાફર પાણી અથવા થોડો ખોરાક લેવા ટ્રેનમાંથી ઉતર્યો છે, તો તેને તરત જ જાણ થઈ જશે કે ટ્રેન દોડવાની છે અને તે ટ્રેનમાં ચડી જશે. આનાથી લોકોમાં ટ્રેન છૂટવાની સંભાવના ઓછી થઈ જશે.

રેલવેમાં CCTV દરેક કોચમાં રહેશે

રેલ્વેમાં ઘણીવાર કોચની અંદર મારપીટ, ચોરી અથવા લૂંટના બનાવો બને છે. આનો સામનો કરવા રેલ્વેએ કોચની અંદર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. તેની શરૂઆત થઈ ગઈ છે અને તેનાથી ટ્રેનમાં ચોરીની ઘટના અને હુમલો જેવા બનાવોમાં ઘટાડો થશે.

મોબાઈલ પર અનામત ટિકિટ મળશે

કોરોનાકાળમાં શારીરિક સંપર્ક ન થાય તે માટે અને દરેક લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તેની પ્રેરણા આપવા માટે, રેલવેએ મોબાઇલ પર અનારિક્ષિત ટિકિટ આપવાનું પણ નક્કી કર્યું છે, જેથી મુસાફરોને વિશેષ સુવિધા મળી શકે. આ ટિકિટો મોબાઇલ એપ્લિકેશનો અને બ્લૂટૂથ પ્રિંટરની મદદથી આપવામાં આવશે.

વીજળી વિના ઠંડુ પાણી મળશે

રેલ્વેના ઈનોવેશનમાં નો-ઇલેક્ટ્રિસિટી વોટર કુલર પણ છે, જે બોરીવલી, દહાણુ રોડ, નંદુરબાર, ઉધના અને બાંદ્રા રેલ્વે સ્ટેશન પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ રેલ્વે મુસાફરોને પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડશે, તે પણ વીજળીનો વપરાશ કર્યા વગર. રેલ્વેના આ પગલાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

આની જેમ કુલ 20 ઈનોવેશન

રેલવેએ આવા જ એક બે નહી, પરંતુ કુલ 20 ઈનોવેશન કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં યાત્રીઓની સુરક્ષા વધારી શકાય અને તેમને વધુ સારી સગવડતાં આપવાનો નિર્ણય કર્યો છે. ઈનોવેશન હેઠળ જ ઈલાહાબાદ રેલવે સ્ટેશન પર એર ક્વોલિટીની જાણકારી આપતું એર ક્વોલિટી ઈક્વિપમેન્ટ પણ લગાવવામાં આવ્યુ છે.

પીયૂષ ગોયલે આ વીડિયો ટ્વીટ કર્યો

READ ALSO

Related posts

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!