GSTV

ટ્રેનમાં મુસાફરી કરતા સામાન ઉઠાવવાની ઝંઝટમાંથી મળશે છુટકારો, રેલવેએ શરૂ કરી આ નવી સુવિધા

રેલવે

ટ્રેનમાં મુસાફરી કરનાર વ્યક્તિઓ માટે સારા સમાચાર છે. કારણ કે, રેલ મુસાફરોને હવે ઘરેથી રેલવે સ્ટેશન સામાન લઈ જવાની જરૂરિયાત નથી. રેલવે ખુદ તેની વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે. દેશભરમાં આ સુવિધાને સૌ પ્રથમ અમદાવાદ રેલવે સ્ટેશનથી 23 થી 26 જાન્યુઆરીની વચ્ચે શરૂ કરવાની યોજના છે. ત્યારબાદ બેંગલુરુ અને નાગપુરમાં તેની શરૂઆત થશે. પૂર્વી ભારતમાં પટના પહેલા જંક્શન હશે, જ્યાંથી આ સેવા શરૂ થશે.

ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધી પટનામાં તેની શરૂઆત

તેનાથી ટ્રેનથી મુસાફરી કરનાર મુસાફરોને ઘરેથી સામાન લઈ જવા અથવા સ્ટેશનથી સામાન ઘર સુધી પહોંચાડવાની ચિંતામાંથી છુટકારો મળશે. સાથે જ કુલીઓના ભાવને લઈને પણ કોઈ ઝંઝટ પણ રહેશે નહી. હવે રેલવે જ તમારો સામાન ઘરેથી બર્થ અને બીજા શહેર સુધી પહોંચાડશે. પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર રેલ મંડળે આ નવી સુવિધાને મંજૂરી આપી દીધી છે. માહિતી પ્રમાણે, દાનાપુર મંડળથી તેને શરૂ કરવાની જવાબદારી એજન્સી અને બુક એન્ડ બેગેજ્સ ડોટ કોમને મળી છે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધી પટનામાં તેની શરૂઆત થશે.

સામાન ગૃહમાં 300 વર્ગ ફુટ જગ્યા આપી

પટના જંક્શનના નિર્દેશક ડૉ. નીલેશ કુમારે જણાવ્યું છે કે, આ યોજનાનું મોનિટરિંગ મંડળના સીનિયર અધિકારી ખુદ કરી રહ્યા છે. પટના જંક્શન પર એજન્સીએ રેલવેને અમાનતી સામાન ગૃહમાં 300 વર્ગ ફુટ જગ્યા આપી છે. એજન્સી સેટઅપ માટેનું કામ શરૂ કરી ચૂકી છે. એજન્સીના ચંચલ ઘોષે જણાવ્યું છે કે, આ સુવિધાનું નામ એન્ડ ટૂ એન્ડ પેસેંજર બેગેજ સર્વિસ છે. સામાન બુક કરવા માટે એજન્સી એપ અને વેબસાઈટ બનાવી રહી છે.

કેવી રીતે થશે લગેજનું બુકિંગ

મુસાફરોને એજન્સીની એપ અને વેબસાઈટ પર બુકિંગનો વિકલ્પ હશે. એપ એન્ડ્રોયડ મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું હોય છે. બેગની સાઈઝ, વજન અને બીજી જાણકારી આપવાની રહેશે. તે સિવાય શુલ્ક પણ લાગશે. શુલ્ક સ્ટેશનથી અંતર અને વજનના હિસાબથી નક્કી થશે. તે માટે મહત્તમ અંતર 50 કિલોમીટટર અને સૌથી ઓછો ભાવ 125 રૂપિયા હશે. 10 કિલોમીટરનું અંતર અને લઘુતમ 10 કિલોના બેગની એક સાઈડની ફી 125 રૂપિયા હશે.

લગેજની રેપિંગ અને સેનિટાઇઝ કરવાની સુવિધા

બર્થ પર માલ લઈ જવા માટે કુલીની નિર્ધારિત ફી પણ લાગશે. એકથી વધારે (મહત્તમ પાંચ) સામાન હશે, પ્રથમ સામાનની ફી 125 રૂપિયા અને બાકી માટે 50-50 રૂપિયા હશે. લગેજની રેપિંગ અને સેનિટાઇઝ કરવાની સુવિધા પણ એજન્સી આપશે. GPS સિસ્ટમથી તમે પોતાના સામાનનું ટ્રેકિંગ કરી શકશે. સાથે સામાનનો વીમો પણ મળશે.

READ ALSO

Related posts

અમદાવાદમાં દેરાણી-જેઠાણી જીત્યા: આજના પરિણામમાં શાનદાર જીત મેળવી, જેઠાણીએ તો કોંગ્રેસની બેઠક આંચકી લીધી

Pravin Makwana

ફાયદો/ ફિક્સ્ડ ડિપોઝીટ કરતા પણ કરો વધુ કમાણી, 1 હજારની રૂપિયાની બચતથી કરી બનાવો 20 લાખ રૂપિયા

Sejal Vibhani

રાજકોટ-ગિર સોમનાથની બેઠકો પર ભાજપના 2 ઉમેદવારોનો માત્ર આઠ અને એક મતે વિજય, કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!