GSTV

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Last Updated on July 31, 2021 by Harshad Patel

આવક વેરા વિભાગે ઉત્તર ભારત સ્થિત પાન મસાલા જૂથ પર દરોડા પાડીને રૂ. ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડી પાડી હતી તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)એ શુક્રવારે જણાવ્યું હતું. સીબીડીટીએ જણાવ્યું હતું કે કાનપુર, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને કોલકાતા સહિત આ જૂથના ૩૧ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ જૂથ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ કામ કરે છે.

પ્રાથમિક અંદાજ મુજબ રૂ. ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તી પકડી

સીબીડીટીએ આ જૂથની ઓળખ જાહેર કર્યા વિના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આઈટીના દરોડામાં પ્રાથમિક અંદાજ મુજબ રૂ. ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તી પકડી પાડવામાં આવી છે. આ જૂથે પાન મસાલાના વેચાણ અને રિયલ એસ્ટેટમાં બેનામી કારોબારથી જંગી કમાણી કરી છે. આ કાળુ નાણું બનાવટી કંપનીઓ મારફત સફેદ કરવામાં આવતું હતું. આઈટી વિભાગે દરોડા દરમિયાન બાવન લાખ રૂપિયાની રોકડ અને ૭ કિલો સોનું પણ જપ્ત કર્યા હતા.

આઈટી વિભાગે આ પ્રકારની ૧૧૫ બનાવટી કંપનીઓનું નેટવર્ક પકડી પાડયું

સીબીડીટીએ કહ્યું હતું કે, બેનામી કંપનીઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક પકડી પાડવાના અભિયાન હેઠળની કામગીરીમાં પાનમસાલા જૂથ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે આ કંપનીઓનું લોન સ્વરૂપનું ધિરાણ અને રિયલ એસ્ટેટ ગૂ્રપને ધિરાણ માત્ર ત્રણ વર્ષમાં રૂ. ૨૨૬ કરોડ જેટલું ઊંચું હતું. આઈટી વિભાગે આ પ્રકારની ૧૧૫ બનાવટી કંપનીઓનું નેટવર્ક પકડી પાડયું છે.

પાન મસાલાના જૂથે ત્રણ વર્ષમાં રૂ. ૧૧૦ કરોડથી વધુની બેનામી લોનના દસ્તાવેજો મેળવ્યા

દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમોએ બેનામી નાણાંની વિગતો ધરાવતા દસ્તાવેજો છુપાવવાના ગુપ્ત સ્થળો પણ શોધી કાઢ્યા હતા અને મની લોન્ડરિંગની પદ્ધતિ પણ ખુલ્લી પાડી હતી. ટીમે કાળા નાણાંને સફેદ કરવાની ભૂમિકા સહિતની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો. સીબીડીટીએ જણાવ્યું હતું કે, પાન મસાલાના જૂથે ત્રણ વર્ષમાં રૂ. ૧૧૦ કરોડથી વધુની બેનામી લોનના દસ્તાવેજો મેળવ્યા હતા. આ ગૂ્રપ તેના બેનામી નાણાંને બનાવટી કંપનીઓને મિલકતોના વેચાણ સામે બોગસ એડવાન્સ, બોગસ લોન અને શેર પ્રીમિયા મારફત ખાતામાં બતાવતા હતા.

દરોડા દરમિયાન બનાવટી કંપનીઓના ૨૪ ‘બોગસ’ બેન્ક ખાતા પણ આઈટીની ટીમોએ શોધી કાઢ્યા હતા. વધુમાં બાયોડિગ્રેડેબલ વેસ્ટની ટ્રીટમેન્ટ સ્વરૂપે ઈન્કમ ટેક્સ હેઠળ ક્લેમ કરાયેલા ડિડક્શનની તપાસ કરાઈ રહી છે. કાગળ પરની કેટલીક બનાવટી કંપનીઓ કોલકાતા સ્થિત હતી અને બેન્ક ખાતાઓમાં રૂ. ૮૦ કરોડની રકમ જમા કરાવવા માટે તેમને બોગસ વેચાણ અને ખરીદી કરાયા હોવાનું દર્શાવાયું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

પ્રધાનમંડળની જેમ હવે સચિવાલયમાં પણ નો-રિપીટ થિયરી, ખરડાયેલી છબી ધરાવતા અધિકારીઓને લઇ મહત્વનો નિર્ણય

Dhruv Brahmbhatt

ભારતની Agni-V પરમાણુ બેલાસ્ટિક મિસાઈલથી ચીનના પેટમાં તેલ રેડાયું, યુએનમાં કરી ફરિયાદ

Damini Patel

રૂપાણી સરકારના એક સિનિયર પ્રધાને કરોડોમાં જમીનનો સોદો કર્યાની ચર્ચાએ જોર પકડ્યું, ઘેર બેઠાના બીજા જ દિવસે સોદો પાડ્યો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!