GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

દારૂ અને હુક્કાની વાસણામાં ચાલતી બર્થ ડે પાર્ટીની મહેફિલમાં પોલીસના દરોડો, 15 છાત્રો ઝડપાયા

31 ડિસેમ્બરને પગલે પોલીસ એલર્ટ થઇ ગઇ છે. જેમાં વાસણા પોલીસે 23 ડિસેમ્બરની મોડી રાતે વાસણાની લાવણ્ય સોસાયટી ખાતે દારુ અને હુક્કાની મહેફિલમાં દરોડો પાડીને 15 જણાની ધરપકડ કરી હતી. 

નવાઇની વાત એ છે કે બર્થડે પાર્ટીમાં હુક્કા પીરસવા માટે સ્પેશિયલ માણસો બોલાવવામાં આવ્યાં હતાં. વાસણા પોલીસ મોડી રાતે પેટ્રોલિંગમાં નીકળી ત્યારે મ્યુઝિકનો મોટો અવાજ સાંભળીને રેડ પાડી હતી. પોલીસે જોયું કે વિદ્યાર્થીઓ દારુ અને હુક્કાની મહેફિલ માણી રહ્યાં હતાં. પોલીસે તપાસ આદરતા આરોપીઓએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. ઝડપાયેલા નબીરાઓ MBA, મેડિકલ, BCAનો અભ્યાસ કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લાવણ્ય સોસાયટી ખાતે અંકુર શાહના બંગલામાં આ મહેફિલ ચાલી રહી હતી. મુકેશ શાહના પુત્ર નીલાંશ શાહની બર્થડે પાર્ટી હતી. પોલીસે 11 વિદ્યાર્થીઓ, 3 હુક્કો પીરસનારા અને 3 સગીર વયના આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં નીલાંશ શાહ રહે. વાસણા, નીલ પરીખ રહે. સેટેલાઇટ, સૂર્યવીર બન્ના રહે. થલતેજ, યશ પરીખ રહે. એલીસબ્રિજ, સનપ ચોખાની રહે. બોડકદેવ, હર્ષ શર્મા રહે. બોપલ, મીત સંઘવી રહે. નવરંગપુરા, અંકુર શાહ રહે. વાસણાનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપ્યાં છે.

Related posts

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!