GSTV
Home » News » રાહુલની મુશ્કેલીમાં થશે વધારો, પહેલા માત્ર જવાબ માગ્યો હતો હવે નોટિસ ફટકારી

રાહુલની મુશ્કેલીમાં થશે વધારો, પહેલા માત્ર જવાબ માગ્યો હતો હવે નોટિસ ફટકારી

ચોકીદાર ચોર છે મામલા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. આ મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટીસ ફટકારી છે. પહેલા માત્ર તેમની પાસેથી જવાબ માગ્યો હતો. પણ હવે કારણ બતાવો નોટીસ જારી કરી છે. જેમાં સોમવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રચારના ઉત્સાહમાં આવીને વિવાદીત નિવેદન કર્યું હતું. અને તેના માટે માફી માગું છું. જોકે ભાજપના નેતા અને વકીલ મીનાક્ષી લેખીની અવમાનના અરજી પર સુનાવણી ચાલી રહી છે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ આ મામલે સુનાવણી કરતાં પૂછ્યું કે શું બેંચે ચોકીદાર ચોર શબ્દનો પ્રયોગ કર્યો હતો ? સુપ્રીમ કોર્ટ રાફેલ પર રિવ્યુ અરજી અને મીનાક્ષી લેખી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાની અરજીની સુનાવણી 30 એપ્રિલે થશે. લેખી તરફથી રજૂ થયેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે રાહુલ ગાંધીએ આમ કહેવા છતાં તેમણે સુપ્રીમ કોર્ટનો આદેશ વાંચ્યા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખોટું નિવેદન આપ્યું છે. માફી માગી નથી.

તો રાહુલ ગાંધી તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કોર્ટના હવાલે રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર છે તે કહેવા પર ખેદ વ્યક્ત કર્યો છે. પણ તેઓ તેમના રાજકીય સ્લોગન ચોકીદાર ચોર છે તેના પર અડગ છે.. ત્યારે પહેલા કોર્ટે રાહુલ ગાંધી પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું. અને હવે નોટીસ જારી કરી છે.

READ ALSO

Related posts

થરાદમાં ગટરનાં પાણીનાં ત્રાસને લઈને સ્થાનિક મહિલાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

Mansi Patel

દિવાળીનાં તહેવારમાં ફટાકડાની ખરીદીમાં મંદીનો માહોલ

Mansi Patel

કોંગ્રેસના સંકટમોચક ડી.કે.શિવકુમારને મની લોન્ડ્રિંગ કેસમાં મોટી રાહત, દિલ્હી હાઇકોર્ટે આપ્યાં જામીન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!