GSTV
National Politics Trending

રાહુલનું સંબોધન / કોંગ્રેસના નેતાઓને ડરાવી ધમકાવી શકશે નહીં, અગ્નિપથ યોજના પરત લેશે મોદી સરકાર

રાહુલ ગાંધી

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલે કહ્યું કે ઈડી જેવી એજન્સીઓની અસર મારા પર નથી થતી.. મારી પૂછપરછ કરનારા અધિકારીઓની સમજણમાં આ વાત આવી ચુકી છે કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ડરાવી ધમકાવી શકાય નહીં.

અગ્નિપથ

રાહુલે ભાજપ ઉપર નિશાન તાકતા કહ્યું કે ભાજપ સેનામાં વન રેંક.. વન પેન્શનની વાત કરે છે.. પરંતુ હવે નો રેંક નો પેન્શન છે.. યુવાનો આકરી મહેનત કરે અને પછી ઘરે પરત ચાલ્યા જશે.. નિવૃત થયા બાદ તેમને કોઈ રોજગાર નહીં મળે.રાહુલે કહ્યું કે ભાજપ દેશની સેનાને નબળી પાડી રહ્યો છે.. અને તેઓ કહે છે કે અમે રાષ્ટ્રવાદી છીએ.વડાપ્રધાન મોદીએ અગ્નિપથ યોજનાને પરત લેવી પડશે.

ભારતના યુવાનો તે વાત સારી રીતે જાણે છે કે દેશને મજબૂત કરવા માટે સાચી દેશભક્તિ જરૂરી છે.. તે વાતને અમે સુનિશ્ચિત કરીશું કે અગ્નિપથ સ્કીમને પરત લેવામાં આવે.. રાહુલ ગાંધીએ આ માટે કૃષિ કાયદાનો પણ હવાલો આપ્યો.

READ ALSO

Related posts

વાઇરલ વિડીયો / કપડાં પર મોઢાથી પાણી છાંટતો જોવા મળ્યો એક વ્યક્તિ, ઈસ્ત્રી કરવાની વિચિત્ર રીત જોઈને આશ્ચર્યચકિત થયા લોકો

GSTV Web Desk

લાલ બત્તી સમાન કિસ્સો / સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ કરતા 100 વાર વિચારજો! આરોપીઓએ ખૂબ જ હલકી કક્ષાનું કર્યું કૃત્ય

Zainul Ansari

RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ

Hardik Hingu
GSTV