GSTV
India News Trending

ગહેલોતને દિલ્હી લઈ જવાનો રાહુલનો પ્લાન! રાજસ્થાનમાં લોકસભા પહેલાં વિધાનસભાની ચૂંટણી, આ છે સમીકરણો

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને જ ગાંધી પરિવાર કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે જયપુરથી દિલ્હી શા માટે લઈ જવા માંગે છે? શું રાહુલ ગાંધી સચિન પાયલટને તેમની ધીરજનું ફળ આપીને રાજસ્થાનની કોંગ્રેસ સરકારના પાયલટ બનાવવાની મનસા ધરાવે છે?

રાહુલ ગાંધી કે ગાંધી પરિવારના કોઈ સદસ્ય કૉંગ્રેસ અધ્યક્ષ બનવા ચાહે, તો આસાનીથી બની શકે તેમ છે. પરંતુ ગાંધી પરિવાર આના પાછળ સંમત નથી. ચર્ચાઓ છે કે ભાજપના વંશવાદી રાજકારણના આરોપોથી બચવા ગાંધી પરિવાર દ્વારા આમ કરવામાં આવતું હોવાની ચર્ચાઓ છે. પરંતુ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની પાર્ટી હિતને લઈને ગણતરીઓ ઘણી વધારે છે. ગાંધી પરિવાર દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનું નામ આગળ કરવામાં આવ્યું છે. આની પાછળની રાજકીય ગણતરીઓ ઘણી અલગ છે.

2020માં અશોક ગહેલોત વિરુદ્ધ સચિન પાયલટે મોર્ચો ખોલ્યા હતો અને હાઈકમાન્ડની દખલગીરી બાદ મામલો શાંત થયો હતો. ખાસ કરીને સચિન પાયલટને પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથેની બેઠકમાં કેટલાક કમિટમેન્ટ મળ્યા હોવાનું માનવામાં આવે છે. આ કમિટમેન્ટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી પદનો પણ સમાવેશ થતો હોવાની ચર્ચા છે. પરંતુ આના માટે અશોક ગહેલોતને રાજસ્થાનના મુખ્યમંત્રી પદેથી દૂર કરવા પડે. પરંતુ અશોક ગહેલોત પણ ગાંધી પરિવારના વિશ્વાસુ છે. તેથી તેમનું માન-સમ્માન જાળવતા કોઈ પદે તેમને લઈ જવા પડે. ગહેલોત માટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ બિલકુલ યોગ્ય હોવાનું માનવામાં આવે છે.

ગહેલોત પણ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ માટે મનાવવાની વાત કરીને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકેનું પદ જાળવી રાખવાની ગણતરી ધરાવે છે. જો કે રાહુલ ગાંધી પણ આ રાજકીય દાવ સમજતા હોવાથી માનવા માટે રાજી નથી. કૉંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે અશોક ગહેલોતે કહ્યુ છે કે તેઓ ચાહે છે કે તેમને ફેબ્રુઆરી સુધીમાં આગામી બજેટ સુધી મુખ્યમંત્રી પદે રહેવા દેવામાં આવે અથવા તેમના કોઈ ભરોસાપાત્રને સીએમ પદ સોંપવામાં આવે. ગહેલોત આના માટે સી. પી. જોશી અને ડૉ. રઘુ શર્માના નામ આગળ કરે તેવી સંભાવના છે. પરંતુ ઉદયપુર ડેક્લેરેશન પ્રમાણે, કોંગ્રેસમાં એક પદ એક વ્યક્તિનો સિદ્ધાંત માનવાની વાત કરવામાં આવી છે. આવા સંજોગોમાં ગહેલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ અને મુખ્યમંત્રી તરીકે એકસાથે રહી શકે તેમ નથી.

એક ન્યૂઝચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સચિન પાયલટે રાજસ્થાના મુખ્યમંત્રી બનવા સંદર્ભેના સવાલને કાલ્પનિક ગણાવ્યો હતો. પરંતુ પાયલટે એમ પણ કહ્યુ હતુ કે જ્યાં સુધી રાજસ્થાનની વાત છે, કોંગ્રેસની સરકાર છે. 2013માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને ચૂંટણી બાદ કોંગ્રેસ 21 બેઠકોમાં સમેટાR ગઈ હતી. તે સમયે રાહુલજીએ મને અધ્યક્ષ બનાવ્યો હતો. અમે સાથે મળીને કામ કર્યું અને સરકાર અમારી બની ગઈ. ગત 30 વર્ષોમાં એક પરિપાટી બની ગઈ છે, એકવાર ભાજપ, એકવાર કૉંગ્રેસ. તેને તોડવા માટે આપણે મહેનત કરવી પડશે. મને વિશ્વાસ છે કે જો આપણે યોગ્ય પગલા ભરીશું, સારી મહેનત કરીશું તો ફરીથી ચૂંટણી જીતી શકીએ છીએ. કંઈક અલગ હટીને કામ કરવું પડશે.

સચિન

ન્યૂઝચેનલ દ્વારા ઈન્ટરવ્યૂમાં સચિન પાયલટને સવાલ કરવામાં આવ્યો હતો કે જેવું પંજાબમાં ચરણજીતસિંહ ચન્નીની સરકાર સાથે થયું, તેવું રાજસ્થાનમાં મુખ્મયંત્રી બદલવાથી થાય તેવું લાગતું નથી? તો પાયલટે કહ્યુ હતુ કે દરેક જગ્યાએ પરિસ્થિતિઓ અલગ થાય છે. રાજસ્થાન અલગ છે અને પંજાબ અલગ છે. રાહુલ ગાંધી તરફથી સચિન પાયલટની ધીરજના વખાણ મામલેના સવાલ પર પાયલટે કહ્યું હતું કે 26 વર્ષે સાંસદ બન્યો, 31 વર્ષે કેન્દ્રીય મંત્રી, 36 વર્ષે પ્રદેશ પ્રમુખ, પાર્ટીએ મને ઘણાં મોકા આપ્યા છે.

મેં પણ 22 વર્ષમાં પાર્ટી માટે પરિશ્રમ કર્યો છે અને પાર્ટીએ જે પણ જવાબદારી આપી છે. તેને નિભાવી છે. ક્યારે કોનો ઉપયોગ ક્યાં કરવામાં આવે, તે પાર્ટીનું નેતૃત્વ નક્કી કરે છે. જ્યારે પણ જ્યાં પણ પાર્ટી આપણી ઉપયોગિતા સમજશે, જવાબદારી આપશે અને આપણે કામ કરીશું. જોઈએ છે ભવિષ્યમાં શું થાય છે? પરંતુ અમારો ઉદેસ્ય એ છે કે રાજસ્થાનમાં ફરીથી અમારી સરકાર બને. રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણી પહેલા વિધાનસભાની ચૂંટણી થશે. જો આપણે ત્યાં ચૂંટણી જીતીશું, તો 2024માં એનડીએને પરાજીત કરી શકીશું. લાગે છે કે રાહુલ ગાંધીના રાજકીય દાવપેચમાં ગહેલોતની મુખ્યમંત્રી તરીકે રહેવાની ઈચ્છા ચિત્ત થવાની છે અને સચિન પાયલટને તેમની ધીરજનું ફળ મળશે- તેમના હાથમાં રાજસ્થાનની કૉંગ્રેસ સરકારની કમાન આવે તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV