GSTV
Home » News » VIDEO: રાહુલનું ‘મસૂદ અઝહર જી’ તો રવિશંકરનું ‘હાફિઝ જી’ ભાજપ કૉંગ્રેસમાં થઈ ગયું જી જી જી

VIDEO: રાહુલનું ‘મસૂદ અઝહર જી’ તો રવિશંકરનું ‘હાફિઝ જી’ ભાજપ કૉંગ્રેસમાં થઈ ગયું જી જી જી

Pulwama terrorist attacks

પુલવામા આતંકવાદી હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ રાષ્ટ્રવાદનો મુદ્દો ચૂંટણીની રેલીઓમાં છવાયેલો છે. આ મુદ્દે સત્તાધારી ભાજપને ઘેરવાના પ્રયાસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરને ‘મસૂદ અઝહર જી’ કહી બેઠા. જે પછી ભાજપે તેમના પર પ્રહાર કરવામાં કોઇ કસર ન છોડી.

પરંતુ હવે કોંગ્રેસે પણ ભાજપને જોરદાર જવાબ આપ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ મંગળવારે સવારે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનો એક વીડિયો ટ્વીટ કર્યો જેમાં તેઓ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદને ‘હાફિઝ જી’ કહી રહ્યાં છે.

પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે અપેક્ષા છે કે આ વીડિયોને ભાજપની નવી વેબસાઇટમાં સારું સ્થાન મળશે, જ્યારે એ વેબસાઇટ ચાલુ થઇ જશે. ભાજપ નેતૃત્વ અને તેમનું હાફિઝ સઇદ દ્વારા સમર્થન. એ સિવાય તેમને એ પણ યાદ હશે જ્યારે તેમણે વેદપ્રકાશ વૈદિકને હાફિઝને ગળે લગાડવા અને વાત કરવા મોકલ્યા હતાં.

પ્રિયંકા ચતુર્વેદીએ આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલની તસવીર પણ શેર કરી છે જેમાં તેઓ મસૂદ અઝહરને મૂકવા જઇ રહ્યાં છે. આ તસવીર કંદહાર ઘટના સમયની છે. જ્યારે રવિશંકર પ્રસાદનો વીડિયો ગયા વર્ષના જૂનનો છે જે દરમિયાન તેઓ કોંગ્રેસને ઘેરવા માટે યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં હાફિઝ સઇદને હાફિઝ જી કહી બેઠાં હતાં.

રવિશંકરે કરેલા રાહુલ પર પ્રહારો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરને જી કહીને સંબોધતા ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે, કોંગ્રેસ દેશને અસ્થિર કરવા ઈચ્છે છે. આખી દુનિયા આતંકવાદ મુદે ભારત સાથે ઉભી છે ત્યારે કોંગ્રેસના નેતા અને રાહુલ ગાંધી આતંકવાદીઓને બળ મળે તેવા નિવેદન આપી રહ્યા છે. રાહુલ ગાંધીને આ પ્રકારના નિવેદન આપતા પહેલા વિચાર કરવો જોઈએ. રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યુ કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને કેટલાક નેતાઓના નિવેદન પાકિસ્તાનની ટીવી ચેનલમાં બતાવવામાં આવી રહ્યા છે. જે કોંગ્રેસ માટે શરમજનક છે.

READ ALSO

Related posts

મોદીનું અમદાવાદમાં આગમન,ખાનપુર ચોકમાં સભા સંબોધી જુની યાદો વાગોળશે

Riyaz Parmar

પ્રીયંકા અને સોનીયા ગાંઘી પણ ઈચ્છતા હતા કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું આપે – સુત્ર

Kaushik Bavishi

જીત બાદ PM મોદીએ પાઠવ્યુ અભિનંદન,તો પાકિસ્તાન મીડિયાને યાદ આવી વિંગ કમાન્ડરની VIDEO થયો વાયરલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!