GSTV
Home » News » ભોપાલથી ચૂંટણી લડવા મુદ્દે સલમાને જે કહ્યું તેનાથી રાહુલ નિરાશ અને મોદી ખુશ થશે

ભોપાલથી ચૂંટણી લડવા મુદ્દે સલમાને જે કહ્યું તેનાથી રાહુલ નિરાશ અને મોદી ખુશ થશે

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને ચૂંટણી લડવાની અટકળો વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે. ગત્ત કેટલાય દિવસોથી અટકળો ચાલી રહી હતી કે સલમાન ખાન કોંગ્રેસ પાર્ટી જોઈન કરશે અને મધ્યપ્રદેશની ઈન્દોર સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. ઈન્દોરમાં સલમાન ખાનનો જન્મ થયો હતો જેથી સલમાન પોતાના જન્મસ્થળેથી જ ચૂંટણી લડશે તેવું માનવામાં આવતું હતું. પણ હવે સલમાન ખાનના એક નિવેદનના કારણે કોંગ્રેસ પાર્ટી નારાજ અને ભાજપ ખુશખુશાલ થઈ જશે. કારણ કે સલમાન ખાને કોઈ પણ પાર્ટી સાથે રહી ચૂંટણી લડવાની અને પ્રચાર કરવાનું ના કહી દીધી છે. ઉપરથી નરેન્દ્ર મોદીની ટ્વીટને રિટ્વીટ કરી જનતાને અપીલ પણ કરી છે.

Salman Khan in politics

સલમાન ખાને ગુરૂવારે ટ્વીટ કરી કહ્યું હતું કે, અફવાઓથી વિપરિત ન’તો હું ચૂંટણી લડીશ
ન’તો કોઈ રાજનૈતિક દળમાં સામેલ થઈશ કે, ચૂંટણી પ્રચાર કરીશ. વધુ એક ટ્વીટમાં સલમાન ખાને કહ્યું હતું કે, પત્યેક મતદાતાએ પોતાના મતદાનનો ઉપયોગ કરવો. થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સલમાન ખાન અને આમિર ખાનને હેશટેગ સાથે વોટ નાખવાની અપીલ કરી હતી. સલમાન અને આમીર ન માત્ર બોલિવુડના સુપરસ્ટાર છે પણ બંને સામાજીક કાર્યો સાથે પણ સંકળાયેલા છે. સલમાન ખાન બીઈંગ હ્યુમન થકી તો આમિર આ પહેલા સત્યમેવ જયતે રિયાલીટી શોથી જોડાયેલો હતો. ઉપરથી તેમને હેશટેગ કરી વોટની અપીલ કરવાથી ભાજપને ફાયદો પણ થાય.

પીએમ મોદીની આ ટ્વીટને રિટ્વીટ કરી સલમાન ખાને કહ્યું હતું કે, આપણે એક લોકતંત્ર છીએ. અને વોટ આપવો એ દરેક ભારતીયનો અધિકાર છે. હું દરેક ભારતીય મતદારને મત આપવાની અને સરકાર બનાવવાની પ્રક્રિયામાં ભાગ લેવાની વિનંતી કરૂં છું.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સલમાન ખાનની માફક કરિના કપૂર ભોપાલથી ચૂંટણી લડે તેવી અફવાઓ ઉડી હતી. ભોપાલ કરિના કપૂર ખાનનું સાસરું પણ છે ઉપરથી સસરા મન્સુર અલી ખાન પટૌડી પણ ત્યાંથી ચૂંટણી લડી ચૂક્યા હોવાથી તેનું નામ કોંગ્રેસ સાથે જોડાયું હતું. આ તમામ પ્રકારની અફવાઓનું ખંડન કરતા કરિના કપૂરે કહ્યું હતું કે, હાલ તેનું પૂરુ ફોક્સ સિનેમા પર છે. કરિનાના આ નિવેદન બાદ ભાજપના જીવમાં જીવ આવ્યો હતો. જે પછી મધ્યપ્રદેશના જ ઈન્દોરમાંથી સલમાન ખાન કોંગ્રેસ વતી ચૂંટણી લડશે તેવી વાતો થઈ હતી.

READ ALSO

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel