રાહુલે કહ્યું હાર્દિક જીતશેઃ પ્રિયંકા ગાંધી સાથે એરપોર્ટ પર મુલાકાત, હવે PAASની બેઠક

કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલની અમદાવાદ એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત થઇ. હાર્દિક અને પ્રિયંકા ગાંધીની અડધો કલાકથી વધુ સમય એરપોર્ટ પર બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરી હતી. તો હાર્દિકની સાથે આ બેઠકમાં અહેમદ પટેલ, અમિત ચાવડા, અલ્પેશ ઠાકોર, શકિતસિંહ ગોહિલ સહિતના નેતાઓ પણ જોડાયા હતા.

હાર્દિક પટેલ કોંગ્રેસમા જોડાતા પાસની ટીમ એક્શનમાં આવી ગઈ છે. ગાંધીનગર એમએલએ ક્વાર્ટરમાં લલિત વસોયાના નિવાસ સ્થાને પાસની મીટિંગ યોજાઈ. જેમાં મનોજ પનારા, ગીતા પટેલ સહિતના પાસના નેતાઓ હાજર રહ્યા. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં લોકસભા ચૂંટણી અને પાસની આગામી રણનીતિ અંગે ચર્ચા કરાઈ.

હાર્દિક પટેલ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટુ નિવેદન કર્યુ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી જીતશે. આ પહેલા કોંગ્રેસની જન સંપર્ક રેલીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસના શરણે આવ્યો છે. તેણે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં હાર્દિકના સમર્થક પાટીદાર નેતાઓ અને પાસના કાર્યકરો રેલીમાં હાજર રહ્યા હતા. જોકે હાર્દિક એકલો જ કોંગ્રેસમાં જોડાયો છે. તેની પાસની ટીમે આંદોલન ચાલુ રાખવાનો દાવો કર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter