GSTV

KKRના રાહુલ ત્રિપાઠીએ તોડ્યો IPLનો નિયમ, મળ્યો જબરદસ્ત ઠપકો

Last Updated on October 19, 2020 by Mansi Patel

કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રવિવારે રમાયેલી IPLની ટી20 ક્રિકેટ મેચ અત્યંત રોમાંચક બની રહી હતી. આ મેચ ટાઈમાં પરિણમી હતી અને અંતે કોલકાતાનો સુપર ઓવરમાં વિજય થયો હતો. મેચમાં કોલકાતાએ પહેલા બેટિંગ કરીને 163 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં હૈદરાબાદની ટીમે પણ ડેવિડ વોર્નરના પ્રયાસોને કારણે શાનદાર વળતો પ્રહાર કરીને 163 રન કર્યા હતા. આમ મેચ ટાઈમાં પરિણમી હતી.

કોલકાતાના ઓપનર રાહુલ ત્રિપાઠીએ આ મેચમાં 16 બોલમાં 23 રન ફટકાર્યા હતા જેમાં એક સિક્સરનો સમાવેશ થતો હતો. આમ તો રાહુલ ત્રિપાઠીનું યોગદાન ખાસ મોટું ન હતું પરંતુ તે મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય સામે વિરોધ કરી બેઠો હતો. આમ થતાં આઇપીએલના રેફરી મનુ નૈય્યર તેનાથી નારાજ હતા. મેચ બાદ મનુ નૈય્યરે રાહુલ ત્રિપાઠી અને કોલકાતાની ટીમના સુકાની મોર્ગનને સુનાવણી માટે બોલાવ્યા હતા. આ દરમિયાન તેમણે ખરાબ વર્તન કરનારા રાહુલ ત્રિપાઠીને ઠપકો આપ્યો હતો.

આઇપીએલની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે રાહુલ ત્રિપાઠીએ આચારસંહિતાની લેવલ વનની 2.3 કલમનો ભંગ કર્યો હતો અને તે બદલ તેણે ગુનો સ્વિકારી પણ લીધો હતો. આમ રેફરીએ તેને ઠપકો આપ્યો હતો. જોકે મેચ દરમિયાન રાહુલ ત્રિપાઠીએ ક્યા તબક્કે અને કેવી રીતે ગેરવર્તણૂંક કરી હતી તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો ન હતો.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

Damini Patel

CAના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ટેક્સના નવા માળખાને લઈને અભ્યાસક્રમમાં થશે ફેરફાર, રાજકોટમાં યોજાઈ રહી છે કોન્ફરન્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!