GSTV
Gujarat Government Advertisement

રાહુલ તિવેટીયાએ એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી, અગાઉ આ બેટ્સમેનોએ ફટકાર્યા હતા છગ્ગા

રાજસ્થાન રોયલ્સના રાહુલ તિવેટીયાએ રવિવારની મેચમાં કેરેબિયન ઝડપી બોલર શેલ્ડન કોટ્રેલની એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. તે ઓવરના પાંચમા બોલે એકેય રન કરી શક્યો ન હતો. તેની પાસે ઓવરના તમામ છ બોલ પર સિકસર ફટકારવાની તક હતી પરંતુ પાંચમા બોલે તેણે આ તક ગુમાવી હતી. જોકે આઇપીએલમાં એક ઓવરમાં પાંચ સિકસર ફટકારનારો તિવેટીયા માત્ર ત્રીજો જ બેટસમેન બન્યો છે

અગાઉ ક્રિસ ગેઇલ બે વખત આ કરિશ્મા કરી દેખાડ્યો હતો. 2010ની ચોથી એપ્રિલે મનોજ તિવારીએ કોલકાતા માટે રમતી વખતે કિંગ્સ ઇલેવન પંજાબના રવિ બોપારા સામે પહેલા બોલે સિંગલ લીધા બાદ બાકીના પાંચ બોલમાં ક્રિસ ગેઇલે પાંચ સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત તેણે એક રન પણ લીધો હતો. એ ઓવરમાં કુલ મળીને 33 રન આવ્યા હતા.

આવી જ રીતે 2012ની 17મી એપ્રિલે બેંગલોરમાં રમાયેલી બેંગલોર અને પૂણે વચ્ચેની મેચમાં ગેઇલે તેની 175 રનની યાદગાર ઇનિંગ્સ દરમિયાન રાહુલ શર્માની બોલિંગમાં આમ કર્યું હતું. એ વખતે પહેલો બોલ સૌરભ તિવારી રમ્યો હતો જેણે સિંગલ લીધા બાદ બાકીના પાંચ બોલ પર ગેઇલે પાંચ સિક્સર ફટકારી હતી. રવિવારે કોટ્રેલની બોલિંગમાં રાહુલ તિવેટીયાએ સળંગ ચાર બોલમાં ચાર સિક્સર ફટકારી હતી. પાંચમા બોલે તે એકેય રન લઈ શક્યો ન હતો પરંતુ છેલ્લા બોલે તેણે ફરીથી સિક્સર ફટકારી દીધી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નવા સમીકરણો/ પ્રથમવાર અમિત શાહનો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક થઈ

Damini Patel

UPSC Exam 2021: સિવિલ સેવા પ્રિલિમરી એક્ઝામ 2021 રદ કરાઈ, નવા શિડ્યૂલ મુજબ હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Pravin Makwana

આ તે કેવો કોરોના! ગરીબો બની રહ્યાં છે બેરોજગાર, ઉભરાઇ રહી છે અમીરોનો તિજોરીઓ, જાણો શું કહે છે આંકડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!