GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

દેશમાં કોરોનાવાયરસ ઇન્ફેક્શન વચ્ચે કોંગ્રેસે સરકારને લોકોના ખાતામાં 10,000 રૂપિયા જમા કરવાની માંગણી કરી છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, કોવિડ-19 સંકટને કારણે લોકોને મુદ્દાઓ ઉઠાવવા માટે 28 મેના રોજ પાર્ટી દ્વારા રાજ્યોમાં એક ઓનલાઇન અભિયાન શરૂ કરશે. આ અભિયાનમાં કેન્દ્ર સરકાર સમક્ષ આવકવેરાની મર્યાદામાં ન આવતા તમામ પરિવારોના ખાતામાં તરત 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવાની માંગણી રજૂ કરવામાં આવશે. કોંગ્રેસના નેતૃત્વમાં શુક્રવારે થયેલી વિપક્ષોની બેઠકમાં 11 માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં આ માંગણી ઉઠાવવામાં આવી હતી.

22 વિપક્ષોની બેઠક

અગાઉ કોંગ્રેસે શુક્રવારે 22 વિપક્ષોની સાથે દેશમાં કોરોના સંકટ સાથે લઈને વિસ્તૃત ચર્ચા કરી હતી અને કેન્દ્ર સરકાર એની જવાબદારીનું વહન કરવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાથ સાથે એ જણાવવામાં આવ્યું છે કે, અત્યારે નવું અને સંપૂર્ણ નાણાકીય પેકેજ જાહેર કરવા, સંસદીય કામકાજ ચાલુ કરવા અને રાજ્ય સરકારોને મદદ કરવા સહિત અનેક મહત્ત્વપૂર્ણ પગલાં ઉઠાવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.

11 સૂત્રીય માંગણી

કોંગ્રેસના નેતૃત્વમાં આ પક્ષોએ સરકાર સમક્ષ 11 સૂત્રીય માંગણી રજૂ કરતાં જણાવ્યું છે કે, આવકવેરો ભરતા ન હોય એવા તમામ પરિવારોને છ મહિના માટે દર મહિને રૂ. 7500 આપવામાં આવે. 10 હજાર રૂપિયા તાત્કાલિક જમા કરવામાં આવે અને બાકીનાં પાંચ મહિના આપવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, તમામ જરૂરિયાતમંદ લોકોને આગામી છ મહિના માટે દર મહિને 10  કિલોગ્રામ અનાજ આપવામાં આવે. સાથે સાથે મનરેગા અંતર્ગત કામકાજના દિવસોની સંખ્યા 150થી વધારીને 200 કરવામાં આવે.બેઠકમાં પરપ્રાંતીયોને વતન મોકલવા માટે મફત પરિવહન સેવા પૂરી પાડવાની અને વિદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થાની માંગણી રજૂ કરવામાં આવી છે. કોવિડ-19ની તપાસ, સંક્રમણ, આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓ અને સંક્રમણ અટકાવવા સંબંધિત ઉપાયોને લઈને સટિક જાણકારી આપવાની પણ માંગણી કરી હતી. શ્રમ કાયદાઓ ફેરફાર સહિત તમામ એકતરીફ નિર્ણયોને બદલવા પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને જણાવ્યું છે.

READ ALSO

Related posts

ટોસિલીજુમેબ ઇન્જેકશન કાળાબજાર : એક આરોપીની ધરપકડ, સાર્થક ફાર્માના માલિક થયા અંડરગ્રાઉન્ડ

Nilesh Jethva

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel

ગરમ પાણી પીવાથી ચેહરા પર આવે છે નિખાર, જાણો બીજા અનેક ફાયદા..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!