GSTV
Home » News » કાર્યકર્તાઓ સાવચેત રહેજો, ડરશો નહીં…પરિણામ પહેલાંના ર૪ કલાક અતિ મહત્વના

કાર્યકર્તાઓ સાવચેત રહેજો, ડરશો નહીં…પરિણામ પહેલાંના ર૪ કલાક અતિ મહત્વના

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પક્ષના કાર્યકરોને એક સંદેશો પાઠવી જણાવ્યું છે કે આગામી ર૪ કલાક મહત્વના છે, તમે ખુબ જ સાવધ રહેજો. તમે સત્ય માટે લડો છો, તમે ખોટા એકઝીટ પોલના તારણોથી નિરાશ ન થશો. તમે તમારી જાત અને કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ રાખજો, તમારી મહેનત એળે જવાની નથી. લોકસભાની ચૂંટણીમાં ૧૦માંથી ૯ એકઝીટ પોલ તારણોમાં એનડીએને બહુમતિ બાદ વિપક્ષી દળો સતત ઇવીએમ ઉપર શંકા વ્યકત કરી સવાલો ઉઠાવી રહયા છે.

મંગળવારે કોંગ્રેસ, ટીડીપી, તૃણમુલ અને  બસપા સહિત રર વિપક્ષી દળોએ ચૂંટણી પંચને મળી માગણી કરી હતી કે વીવીપેટની મેળવણી મતોની ગણત્રી પહેલા કરવામાં આવે. કોંગ્રેસ નેના ગુલામ નબી આઝાદે રજૂઆતમાં કહયું કે જો વિધાનસભા વિસ્તારમાં પસંદ કરાયેલા પાંચ પોલીંગ સ્ટેશનોમાં કયાંય પણ ગોલમાલ નજરે પડે તો તમામ પોલીંગ સ્ટેશનોના તમામ વીવીપેટ ચિઠીઓની ઇવીએમના મતો સાથે સરખામણી કરવામાં આવે.

Rabri Devi EC

ચૂંટણી પંચે મંગળવારે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં વપરાયેલા તમામ ઇવીએમ સ્ટોંગ રૂમમાં સુરક્ષિત છે. ર૩ મેએ મતોની ગણત્રી થાય એ પહેલા સ્ટોંગ રૂમમાં લોકસભાની ચૂંટણીમાં વપરાયેલા ઇવીએમને નવા ઇવીએમ સાથે બદલવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપોને ચૂંટણી પંચે નકાર્યા હતા અને જણાવ્યું હતું કે અમે આ તમામ આરોપોને ખોટા અને પાયા વગરના કહીએ છીએ.

ટીવી અને સોશ્યલ મિડીયામાં બતાવવામાં આવતા વિઝયુલને અને ચૂંટણીમાં વપરાયેલા ઇવીએમને કોઇ જ સંબંધ નથી. ઇવીએમ, સ્ટોંગ રૂમ સીસીટીવી કેમેરાથી સજજ છે અને કેન્દૃીય સુરક્ષા દળો તેની એક એક પળે સુરક્ષા કરી રહ્યા છે.

Read Also

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!