GSTV
Gujarat Government Advertisement

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

Last Updated on May 14, 2021 by pratik shah

દેશના ઘણા રાજ્યો વેક્સીનની તંગીની ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કેન્દ્ર સરકારની વેક્સીન નીતિ સમસ્યા વધુ બગાડી રહી છે.. જે ભારત સહન કરી શકે તેમ નથી.. વેક્સીનની ખરીદી કેન્દ્રએ કરવી જોઇએ, વિતરણની  જવાબદારી રાજ્યોને આપવી જોઇએ.

કોરોના

કેન્દ્ર સરકારની વેક્સીન નીતિ સમસ્યા વધુ બગાડી રહી છે

નોંધપાત્ર વાત એ છે કે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને એનસીપી સુપ્રીમો શરદ પવાર સહિત 12 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ પણ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક સંયુક્ત પત્ર લખ્યો હતો. આ પત્રમાં પીએમ મોદીને કોરોના રસીનું ઉત્પાદન વધારવા જણાવ્યું છે.

સ્થાનિક સ્રોતોની મદદથી રસીની ખરીદી ઝડપી કરવી જોઈએ

પત્રમાં જણાવાયું છે કે કેન્દ્રએ તમામ વૈશ્વિક અને સ્થાનિક સ્રોતોની મદદથી રસીની ખરીદી ઝડપી કરવી જોઈએ અને રસીનું પેટન્ટ રદ કરવું જોઈએ અને તેનું ઉત્પાદન કરવા માટેનું લાઇસન્સ જારી કરવું જોઈએ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને તમામ કોરોના રસીના ફોર્મુલ્યા તમામ સક્ષમ કંપનીઓ માટે જાહેર કરવા અપીલ કરી છે. હાલમાં, દેશમાં ફક્ત બે કંપનીઓ કોરોના રસીનું ઉત્પાદન કરી રહી છે. જ્યારે બીજી તરફ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને તમામ સક્ષમ કંપનીઓ માટે કોરોના રસીની ફોર્મુલ્યા જાહેર કરવા અપીલ કરી છે. હાલમાં, દેશમાં ફક્ત બે કંપનીઓ કોરોના રસીનું ઉત્પાદન કરી રહી છે. કેજરીવાલના જણાવ્યા અનુસાર અન્ય કંપનીઓને રસીનું ફોર્મ્યુલા આપવાથી વધુ રસી પણ પેદા થશે અને દરેકને રસી આપવામાં આવી શકાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!