1990માં આવેલી ફિલ્મ આશિકી તેના સંગીત અને તેની વાર્તાને કારણે બોલિવૂડમાં ઘણી રીતે માઇલસ્ટોન બની ગઈ હતી. આ ફિલ્મથી રાતોરાત સુપર સ્ટાર બની ગયેલા રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. રાહુલ રોય અત્યારે કારગીલમાં શૂટિંગ કરી રહ્યો હતો પરંતુ અચાનક તેની તબિયત બગડી હતી અને તેને તાત્કાલિક મુંબઈ લાવવામાં આવ્યો હતો અને નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. હાલમાં તે આ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

52 વર્ષનો રાહુલ રોય હાલમાં આઇસીયુમાં, તેને બિલકુલ સ્વસ્થ થતાં સમય લાગશે
52 વર્ષનો રાહુલ રોય હાલમાં આઇસીયુમાં છે. તે પ્રોગ્રેસિવ બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જોકે એમ કહેવાય ચે કે તે સલામત છે અને ડૉક્ટર દ્વારા અપાતી સારવારને યોગ્ય રીતે રિસ્પોન્સ કરી રહ્યો છે. આમ છતાં તેને બિલકુલ સ્વસ્થ થતાં સમય લાગશે. લાંબા સમય બાદ રાહુલ રોય કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. તેને આ રીતે બ્રેઇન સ્ટ્રોક આવતાં તેની સાથેના કલાકાર તથા ક્રૂ મેમ્બરને પણ આશ્ચર્ય થયું હતું. રાહુલ રોયના લાખો ફેન્સ છે અને તેઓ તેની તબિયતમાં ઝડપથી સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
તેની સફળતા બાદ રાહુલે એક સાથે 47 ફિલ્મો સાઇન કરી લીધી હતી
રાહુલ રોયે 1990માં આશિકી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરડુપર હિટ નીવડી હતી અને તેની સફળતા બાદ રાહુલે એક સાથે 47 ફિલ્મો સાઇન કરી લીધી હતી. જોકે ત્યાર બાદ તેની એકેય ફિલ્મ ચાલી ન હતી. રાહુલ રોયે બિગ બોસની પહેલી સિઝન જીતીને કમાલ કરી હતી પરંતુ એવી લોકપ્રિયતા મળી નહીં જેની તેને અપેક્ષા હતી. હવે તે ફિલ્મ LAC લાઇવ ધ બેટલ નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે અને તેનું શૂટિંગ કારગીલમાં ચાલી રહ્યું હતું ત્યારે તેને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….