GSTV

હાથરસ પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા રાહુલ-પ્રિયંકાના કાફલાને રાખવામાં આવ્યો તો નીકળી પડ્યા પગપાળા

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીને ન્યાય મળે તે માટે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. પીડિતાના મોત બાદ બળજબરીથી તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા, જેના પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકીય પક્ષોએ ઉત્તર પ્રદેશ સરકારને નિશાને લીધી છે. આ ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ જવા રવાના થયા છે.

01.40 PM: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો કાફલો ગ્રેટર નોઈડામાં રોકી દેવામાં આવ્યો છે. હવે બંને નેતાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પગપાળા જ નીકળી પડયા છે. કોંગ્રેસના નેતા પદયાત્રા કરતા હાથરસ તરફ આગળ વધી રહ્યા છે.

01.29 PM: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે ગાડીમાં જઈ રહ્યા છે માત્ર તે જ ગાડીને એક્સપ્રેસ વે પર જવા દેવામાં આવી છે. તેમની સાથે અન્ય કાર્યકર્તાઓનો પણ કાફલો હતો જેને આગળ જવા દેવામાં આવ્યો નથી.

12.59 PM: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી કરી ચુક્યા છે. અને હવે બંને એક જ કારમાં હાથરસ જવા રવાના થયા છે. બંને નેતાઓની સાથે કોંગ્રેસના હજારો કાર્યકરો હાજર છે.

હાથરસ પીડિતાના પરિવાર સાથે કરશે મુલાકાત

બંને નેતાઓ હાથરસ પહોંચશે અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે. દિલ્હી-નોઈડા સરહદ પર યુપી પોલીસની મોટી સંખ્યામાં તહેનાત હતી, પરંતુ રાહુલ-પ્રિયંકા તેને પાર કરીને આ માટે રવાના થયા. જો કે, જણાવી દઈએ કે હાથરસની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે અને કલમ 144 લગાવી દેવામાં આવી છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો કાફલો DND પહોંચી ગયો હતો. અહીં મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓનું પણ મોટું ટોળું ઉમટી પડ્યું હતું. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂનું કહેવું છે કે તેમને કોઈ અનુમતીની જરૂરી નથી. તેઓ પીડિતા માટે અવાજ ઉઠાવવા જઈ રહ્યા છે.

હાથરસ

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ ન પહોંચી શકે માટે ઘડાયો તખ્તો

ઉત્તરપ્રદેશમાં યુવતી પર થયેલા ગેંગરેપ અને હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં આ ઘટનાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ ઘટના સર્જાયા બાદ વિપક્ષે તમામ રીતે યોગી સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે અને સરકાર સામે બાંયો ચઢાવી છે, જેમાં કોંગ્રેસ પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીના હાથરસ જિલ્લામાં સર્જાયેલા આ કાંડ બાદ અંતિમ સંસ્કાર કરવાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજુનામાની ઉગ્ર માંગ કરી છે.

ત્યારે આ મામલે તમામ રાજકીય પક્ષોએ યુપી સરકારને નિશાન પર લીધી છે, આ ઘમાસણ વચ્ચે કોંગ્રેસ પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીથી ઉત્તરપ્રદેશનાં હાથરસમાં પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરશે, ત્યારે આ મામલે યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરી દીધી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ ન પહોંચી શકે માટે તખ્તો ઘડાવામાં આવ્યો છે.

હાથરસ ગેંગરેપ ઘટનાની પીડિતા હવે આ દુનિયામાં રહી નથી. પરંતુ તેના માટે ન્યાયની સતત માંગણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ હલચલ વચ્ચે હવે પીડિતાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર પીડિતાની ગરદન પર ઈજાના નિશાન છે, અને તેણીના હાડકા પણ તૂટેલા છે. ઉલ્લેખની છે કે આ રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પીડિતાના મૌતનું મુખ્ય કારણ વિસરા રિપોર્ટ આવ્યા પછી જાણ થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

VIDEO : ચીનમાં એન્જીનિયરીંગ કમાલ, 85 વર્ષ જૂની 7600 ટન વજનની ઈમારતને તોડ્યા વગર ખસેડી

Mansi Patel

65 વર્ષિય ખ્યાતનામ વકીલ હરીશ સાલ્વે કરવા જઈ રહ્યા છે બીજા લગ્ન, જાણો કોણ બની રહી છે તેમની પત્ની

Pravin Makwana

પાકિસ્તાનમાં માં દુર્ગાની મૂર્તિ સાથે તોડફોડ, નવરાત્રી પર્વે જ કટ્ટરપંથીઓની હરકતથી રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!