કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આજે તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમની મુલાકાત લીધી હતી. તિહાડના મહાનિદેશક સંદીપ ગોયલે જેલ નંબર 7માં આ બે નેતાઓ આવ્યા હતા તેની ખરાઈ કરી હતી. INX મીડિયા કેસમાં ધરપકડ બાદ ચિદમ્બરમ આ જેલમાં બંધ છે. આ ઉપરાંત એક માસ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે પણ તિહાડ જેલમાં પી.ચિદમ્બરમ સાથે મુલાકાત કરી હતી.

પાર્ટીના નેતાઓ જણાવ્યું હતું કે બીમારીઓને કારણે પી.ચિદમ્બરમનું વજન છેલ્લાં ત્રણ માસમાં 10 કિલો જેટલું ઉતરી ગયું છે. ઉલ્લેખનીય છે કે નાણાંમંત્રીના કાર્યકાળ દરમિયાન ચિદમ્બરમ દ્વારા આઇએનએક્સ મીડિયાને FIPB મંજૂરી આપવામાં કથિત અનિયમિતતા મામલામાં સીબીઆઈ અને ઇડી તેમની વિરુદ્ધ તપાસ કરી રહી છે.સીબીઆઈએ 21 ઓગષ્ટે ચિદમ્બરમની ધરપકડ કરી હતી અને 5 સપ્ટેમ્બરે ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા હતા. ત્યારબાદ તેમની આઈએનએક્સ મીડિયાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ ધરપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, INX મીડિયા કેસમાં પી ચિદંબરમને દિલ્હી હાઈકોર્ટે ઇડી કેસમાં જામીનની માંગણી ફગાવી દીધી હતી. હાઇકોર્ટના જસ્ટિસ સુરેશ કૈથે પોતાના આદેશમાં કહ્યું હતું કે જો આ સ્ટેજ પર ચિદંબરમને જામીન આપવામાં આવે તો 70 બેનામી બેંક એકાઉન્ટ સહીલ શેલ કંપની અને મની ટ્રેલને સાબિત કરવા તપાસ એજન્સી માટે મુશ્કેલ થઇ જશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે ચિદંબરમને 1 લાખ રૂપિયા વ્યક્તિગત બોન્ડ પર સીબીઆઇ કેસમાં જામીન આપ્યા હતા.
READ ALSO
- સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ
- મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો
- ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા