GSTV
Gujarat Government Advertisement

પિડિત વ્યક્તિની ખબર પૂછવા જવાના ગુનામાં 48 પાનાની FIR યોગીની પોલીસે નોંધી, હવે રાહુલ ગાંધીની તસવીર ટ્વીટ કરી

Last Updated on October 2, 2020 by Mansi Patel

ઉત્તર પ્રદેશમાં મહિલાના મોત અને ત્યાર બાદ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા વર્તનને લઈને દેશભરમાં ગુસ્સો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુરુવારે દિલ્હીથી હાથરસ જવા રવાના થયા હતા, ત્યારે નોઇડા પોલીસે તેમને અટકાવ્યા હતા. ધક્કા માર્યા હતા. બંને નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કુલ 48 પાનાની એફઆઈઆર નોંધાઈ છે. જેમાં હાથરસની મુલાકાત લેતી વખતે હુકમોના ભંગ અને રોગચાળાના કાયદાના ઉલ્લંઘનનો ગુનો રાહુલ ગાંધી અને તેમના બહેન સામે નોંધવામાં આવ્યો છે.

ગૌતમ બુદ્ધ નગર પોલીસે તેની એફઆઈઆરમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અજયકુમાર લલ્લુ, દિપેન્દ્રસિંહ હુડા, પી.એલ. પુનિયા, સચિન પાઇલટ, ગૌતમ બુધ નગર કોંગ્રેસ પ્રમુખ અજય ચૌધરી, નોઇડા મહાનગર કોંગ્રેસ પ્રમુખ શાહાબુદ્દીન, ઉત્તર પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વિરેન્દ્રસિંહ ગુડ્ડુ અને જીતીન પ્રસાદ સહિત 153 કોંગ્રેસના નામો સિવાય 50 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે આઈપીસીની કલમ 188, 270, 268,03 લગાવી છે. યુપી પોલીસે રાહુલ ગાંધી સાથે ગેરવર્તન કર્યું હતું. તે દરમિયાન રાહુલ ગાંધી નીચે પડી ગયા હતા. યુપીના સીએમ યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર દ્વારા એક તસવીર ટ્વીટ કરી હતી. આમાં રાહુલનો હાથ એક પોલીસ જવાન પર બતાવવામાં આવ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

કોર્ટનો ચુકાદોઃ દીકરો 18 વર્ષનો થાય એટલે પૂરી નથી થતી પિતાની જવાબદારી, ભણતર સાથે પોકેટમનીનો ઉઠાવવો પડશે ખર્ચ

Harshad Patel

ઝટકો/ ભાજપના રાજ્યો પર મોદી-શાહનો દબદબો ઘટ્યો, સ્થાનિક નેતાઓની મનમાનીથી દિલ્હીથી સતત દોડી રહ્યા છે મેનેજરો

Pritesh Mehta

શરમ કરો/ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોનું કારણ મનમોહન સરકાર, મોદીના માથે માછલાં ધોવાતાં ભાજપનો નવો પ્રોપેગેન્ડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!