GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

પંજાબનો શેર કૉંગ્રેસમાં જોડાતા રાહુલને આંગણે હરખની હેલી, અકાલી દળ પર મોટો ખતરો

rahulgandhi

શિરોમણી અકાલી દળની સદસ્યથી રાજીનામું આપ્યા બાદ શેરસિંહ ધુબાયાએ મંગળવારે કૉંગ્રેસ જોઈન કરી લીધી છે. દિલ્હીમાં પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં તેમણે કૉંગ્રેસનો હાથ થામ્યો છે. આવી સ્થિતિમાં 2019માં લોકસભાની ચૂંટણીઓ પહેલાં આ ફેરફાર અકાલી દળ માટે મોટો ખતરો છે.

સાંસદ શેર સિંહ ઘુબાયાએ શિરોમણી અકાલી દળની તેમની સદસ્યતા પરથી સોમવારે રાજીનામું આપ્યું હતું. અને આ રાજીનામું પક્ષના અધ્યક્ષને મોકલ્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું કે પાર્ટીમાં હતા એ વખતે તેમને સતત અવગણવામાં આવ્યાં હતાં. અને ધ્યાનમાં લેવામાં ન આવ્યાં. એમનાં નિવાસસ્થાનમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ બધી વાતો કરી હતી અને રાજીનામાંની ઘોષણા કરી હતી.

rahulgandhi

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવી પાર્ટીમાં જોડાવાના પ્રશ્નનોનો જવાબ આપતા ઘુબાયાએ કોંગ્રેસમાં જોડાવાનો સંકેત આપ્યો હતો. તેમના પુત્ર દવિંદર ધુબાયા પણ ફાઝીલ્કાના કૉંગ્રેસનાં ધારાસભ્ય છે અને તેઓ કૉંગ્રેસ પ્રત્યે વલણ ધરાવે છે. એ પણ એક કારણ છે કે ધુબાયા કૉંગ્રેસમાં જોડાયા છે.

ખૂદ ધુબાયાએ જ આપ્યુ કારણ

પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મારા પ્રત્યે પક્ષમાં સતત બેઈન્સાફી થતી હતી એનાં લીધે તેઓએ હવે મૌન રહેવાનું છોડી દીધુ અને એક હદ સુધી આ બધું સહન કર્યું પણ જ્યારે હદ પાર થઈ ત્યારે તેઓએ પક્ષના વડા સુખબીર સિંહ બાદલ સામે ખુલીને વાત કરી હતી. અને પાર્ટીને ટાટા બાય બાય કરી દીધું હતું.

READ ALSO

Related posts

શંકરસિંહ વાઘેલાએ કોરોનાને આપી માત, કોરોનામુક્ત થતાં બાપૂને હોસ્પિટલમાંથી અપાઈ રજા

Pravin Makwana

શું બેંક તમને લોન નથી આપતી: આ કારણ પણ હોઈ શકે છે, જાણો લોન લેવા માટે આ છે સૌથી જરૂરી

Pravin Makwana

LICની આ પોલીસીમાં કરો દરરોજના 36 રૂપિયાનું રોકાણ અને મેળવો 3 લાખ 94 હજાર, સાથે લાઈફ ટાઈમ રિસ્ક કવર તો ખરુ જ !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!