GSTV
Home » News » સ્મૃતિ ઇરાનીનાં બચાવમાં આ નેતાએ રાહુલ પર કર્યો પલટવાર, M.A. વગર M.Phil. કેમ કર્યુ?

સ્મૃતિ ઇરાનીનાં બચાવમાં આ નેતાએ રાહુલ પર કર્યો પલટવાર, M.A. વગર M.Phil. કેમ કર્યુ?

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની શૈક્ષણિક લાયકાત મામલે ઉભા થયેલા વિવાદ મામલે વિત્તમંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા છે. જેટલીએ પોતાનાં બ્લોગમાં લખ્યું છે કે રાહુલ ગાંધીની શૈક્ષણિક યોગ્યતાની સાર્વજનિક રૂપે તપાસ કરવામાં આવે તો અનેક સવાલો નિરૂત્તર જ રહેશે.

બ્લોગનાં માધ્યમથી રાહુલ ગાંધી પર હુમલો કરતા અરૂણ જેટલીએ જણાંવ્યું કે,ભાજપનાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત મામલે સવાલો તો ઉઠાવી શકાય,પરંતુ એ વાત ભુલી રહ્યા છે કે રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાત શું છે. કારણ કે રાહુલ ગાંધીએ એમ.એ.કર્યા વગર જ એમ.ફિલ.કર્યુ છે. આ વાતનો જવાબ રાહુલ ગાંધી પાસે નથી.

મહત્વનું છે કે સ્મૃતિ ઇરાનીએ તાજેતરમાં ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ત્યારે તેમણે પોતાની શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ જણાવી હતી.  જો કે આ પહેલાની ચૂંટણીમાં તેમણે પોતાની શૈક્ષણિક લાયકાત તરીકે બી.એ.પાસ કહ્યું હતું. સ્મૃતિ ઇરાનીની શૈક્ષણિક લાયકાતને લઇને અગાઉ પણ વિવાદ થયો હતો. જો કે પહેલા અને અત્યારે સ્મૃતિ ઇરાનીએ જણાંવેલી લાયકાત મામલે કોંગ્રેસ સત્તાવાર પ્રહારો કરી રહ્યું છે.

READ ALSO 

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!