GSTV
Home » News » સપા-બસપા ગઠબંધન પર રાહુલ ગાંધીનો પ્રહાર, ‘કંટ્રોલ PM મોદીના હાથમાં’

સપા-બસપા ગઠબંધન પર રાહુલ ગાંધીનો પ્રહાર, ‘કંટ્રોલ PM મોદીના હાથમાં’

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશના બારાબાંકીમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ તકે તેમણે ઉત્તરપ્રદેશમાં સપા-બસપા ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, માયાવતીજી અને અખિલેશ યાદવજીનો કંટ્રોલ નરેન્દ્ર મોદીના હાથમાં છે. તે યાદ રાખજો કે નરેન્દ્ર મોદી સપા અને બસપા પર દબાવ નાખી શકે છે, મારા પર નહી.


આ પહેલા બદાયૂંમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ સપા અને બસપાને ઘેરતા કહ્યું હતું કેસ મોદીએ રાફેલ ખરીદ મામલે પોતાના મિત્ર ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ફાયદો કરાવ્યો. શું ક્યારેય સપા અને બસપાએ ‘ચૌકીદાર ચોર હૈ’ કહ્યું, કારણ કે તેમની ચાવી મોદીના હાથમાં છે.

akhilesh yadav


ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં ઘણાં આક્રમક મૂડમાં જણાય રહ્યાં છે. પોતાના વિરોધીઓ પર પ્રહારો કરવાની એક પણ તક ચુકતા નથી. લોકસભાની ચૂંટણીમાં સપા-બસપા ગઠબંધનમાં કોંગ્રેસને સ્થાન નહોતું આપ્યું અને તે બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સપા-બસપાને લઇને આક્રમક છે.

READ ALSO

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!