GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

નરેન્દ્ર મોદીની ભવ્ય જીત સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ પૂરવાર થયું. નરેન્દ્ર મોદી સામે એકમાત્ર સક્ષમ ઉમેદવાર તરીકે કોંગ્રેસે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ તો કર્યા.પરંતુ કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સતત બીજી લોકસભા ચૂંટણીમાં શરમજનક પ્રદર્શન કર્યું છે. ત્યારે આવો જોઇએ એવા ક્યા કારણો છે કે જેના કારણે રાહુલ ગાંધીની હાર થઇ. 2019માં નરેન્દ્ર મોદીનો વિજયરથ રોકવા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું.

પરંતુ મોદી મેજીક સામે કોંગ્રેસનો ફરી એક વખત કરૂણ રકાસ થયો.કોંગ્રેસે ઘણા સમય પહેલા જ નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરવાનું શરૂ કર્યું હતું… પરંતુ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીનો મજબૂત વિકલ્પ બનવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યા છે.વળી મોદી-શાહની જોડીને ટક્કર આપવા તેમની પાસે નક્કર રણનીતિનો પણ અભાવ હતો. બીજી તરફ ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીએ પીએમ બનવાની ઇચ્છા વ્યક્ત કરી.

પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ પીએમ પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધી માન્ય ન હોવાનું સ્પષ્ટ જણાવી દીધું. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાએ પણ ગઠબંધન રચી કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ ન કરી. પરિણામે યુપીમાં મજબૂરીપૂર્વક એકલા હાથે ચૂંટણી લડવાથી પણ કોંગ્રેસને ભારે ફટકો પડ્યો. મોદીને અટકાવવા માટે કોંગ્રેસે ટ્રમ્પ કાર્ડ તરીકે આખરી ઘડીએ પ્રિયંકા ગાંધીને પણ મેદાનમાં ઉતાર્યા.

કોંગ્રેસને આશા હતી કે પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતા અને તેમનું વ્યક્તિત્વ ફરી કોંગ્રેસને સત્તા અપાવશે. પરંતુ પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રીથી પણ કોઇ ફાયદો નથી થયો.વળી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ નેતાઓની ફક્ત અને ફક્ત મોદીને ટાર્ગેટ કરવાની રણનીતિ પણ ફરી કામ ન આવી. રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી રફાલ મુદ્દે પીએમ મોદીને ઘેરવાની કોશિશ કરતા રહ્યા.

પરંતુ તેઓ રફાલ સિવાય કોઇ નક્કર મુદ્દા ઉભા કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી કોંગ્રેસને ઘણું નુકસાન સહન કરવું પડ્યું. મોદી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓને રોકવા સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા જરૂરી હતા.પરંતુ અનેક મહત્વની અને હાઇપ્રોફાઇલ બેઠકો પર કોંગ્રેસે સક્ષમ ઉમેદવારોની પસંદગી ન કરતાં ભાજપ અડધી બાજી તો એમને એમ જ જીતી ગયું.રાહુલ ગાંધીએ હુકમના આખરી એક્કા તરીકે ન્યાય યોજના અંતર્ગત 72 હજાર આપવાની જાહેરાત કરી.. પરંતુ રાહુલનો ન્યાય યોજનાનો વાયદો પણ દેશવાસીઓને ન આકર્ષી શક્યો. બીજી તરફ કોંગ્રેસમાં ચાલતા આંતરિક જૂથવાદ અને ખટપટને કારણે પણ કોંગ્રેસને ઘણું નુકસાન થયું.. આમ આવા અનેકવિધ કારણોસર મોદીને હરાવવાનું રાહુલ ગાંધીનું સપનું ફરી એક વખત સપનું જ રહી ગયું.

READ ALSO

Related posts

લોકડાઉન 5.0 પર મંથન : અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચિત

Nilesh Jethva

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 58.22 લાખને પાર, ભારતમાં એક લાખ 60 હજારથી વધુ કેસ

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!