GSTV

રાહુલ ગાંધીને લોકસભાની ચૂંટણી પહેલા સફળતાનું ટોનિક મળશે, પોલથી ભાજપમાં ટેન્શન

Last Updated on December 8, 2018 by Mayur

પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી બાદ શુક્રવારે આવેલા એક્ઝિટ પોલની સાથે સમાનતા ધરાવતા સંકેતો મળશે, તો તેની રાષ્ટ્રીય રાજનીતિ પર ઘણી વ્યાપક અસરો થવાની શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા આ પાંચેય રાજ્યોમાં વિજય પતાકા લહેરાવા માટે ભાજપ અને કોંગ્રેસ એમ બંનેમાંથી કોઈપણ પક્ષે કોઈ કોરકસર છોડી ન હતી. તેવામાં આ પરિણામો 2019ની ચૂંટણીની દશા અને દિશાના સંકેત કરતા જનતાના મિજાજના પ્રતિબિંબ તરીકે જોવામાં આવશે. હવે એ સમજવું મહત્વપૂર્ણ છે કે જો 11 ડિસેમ્બરે આવા પ્રકારના પરિણામો આવશે, તો તેના સંકેત, પ્રભાવ અને અસરો શું હશે?

એક્ઝિટ પોલ પ્રમાણેના પરિણામો તેલંગાણામાં આવશે, તો કોંગ્રેસે ટીઆરએસ વિરુદ્ધ બનાવેલું ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીની આગેવાનીવાળું ગઠબંધન નિષ્ફળ જશે. તેલંગાણામાં મહાગઠબંધને ઘણો હાઈવોલ્ટેજ પ્રચાર કર્યો હતો. પરંતુ પરિણામો બાદ ગઠબંધનના પ્રયોગ પર સવાલ ઉભા થઈ શકે છે. 2019 પહેલા આવા ગઠબંધનના ભવિષ્ય પર પણ અસર પડે તેવી શક્યતા છે. તેની સાથે મહાગઠબંધનમાંથી ટીઆરએસ જેવા પ્રાદેશિક પક્ષોનું બહાર રહેવું પણ મતવિભાજનની શક્યતાને કાણે ભાજપને 2019માં ફાયદો થવાની સંભાવનાને દ્રઢ બનાવશે. કેસીઆરનું ટર્મ પુરી થતા પહેલા ચૂંટણી માટેનો રાજકીય દાંવ યોગ્ય સાબિત થવાની સંભાવના છે. પરોક્ષપણે તેલંગાણામાં ભાજપ ભલે દોડમાં દેખાતું હોય નહીં, પરંતુ ટીઆરએસની જીતથી ભાજપને નિરાશા થવાની નથી.

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન વસુંધરા રાજે સામે નારાજગીની વાત સામે આવતી રહી છે. તેમને હટાવવાની ચર્ચા થઈ હતી. પરંતુ ભાજપના કેન્દ્રીય નેતૃત્વને પડકારતા તેઓ મુખ્યપ્રધાન પદે પોતાની બીજી ટર્મ પુરી કરવામાં કામિયાબ રહ્યા છે. વસુંધરા રાજેએ ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી પણ પોતાના હિસાબથી કરી હતી. પરંતુ જે પ્રકારે એક્ઝિટ પોલ્સના પરિણામો તેમની વિરુદ્ધ દેખાઈ ર્હયા છે.. તેના કારણે વસુંધરા રાજેના નેતૃત્વ પર સવાલ ઉઠશે. પાર્ટી તેમને હટાવે તેવી પણ શક્યતાઓ આકાર લઈ શકે છે. રાજસ્થાન ભાજપમાં ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યવર્ધનસિંહ રાઠૌર તરીકે સમાંતર નેતૃત્વને પ્રોત્સાહિત કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાનને એક સમયે ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવાર માનવામાં આવતા હતા. પરંતુ એક્ઝિટ પોલ સાચા સાબિત થશે, તો મધ્યપ્રદેશની સાથે રાષ્ટ્રીય રાજનીતિમાં શિવરાજસિંહ ચૌહાનની આગળ વધવાની શક્યતાઓ લગભગ સમાપ્ત થઈ જશે. શિવરાજસિંહ ચૌહાન આમેય લાલકૃષ્ણ અડવાણી જૂથના ગણાતા હતા અને તેને કારણે બની શકે કે મધ્યપ્રદેશમાં કોઈ નવું ઓબીસી નેતૃત્વ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉભારવાની કોશિશ થાય. સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતીએ 2019ની લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. તો છત્તીસગઢના રમણસિંહ પણ એક્ઝિટ પોલના પરિણામમાં ફેરવવાની સ્થિતિમાં કંઈક અંશે શિવરાજસિંહ ચૌહાન જેવા થવાની શક્યતાઓ છે.

મિઝોરમના એક્ઝિટ પોલ્સ હિસાબથી આ રાજ્ય પણ કોંગ્રેસના હાથમાંથી છટકતું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પોતાના કોઈપણ રાજ્યને બચાવવામાં સફળ થયું નથી અને ભલે ભાજપની સત્તામાં આવવાનું નથી. પણ મિઝોરમના આવા પરિણામો સંકેત કરનારા સાબિત થશે કે કોંગ્રેસનો ઈશાન ભારતમાં જનાધાર ઘટી રહ્યો છે.

READ ALSO 

Related posts

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!