GSTV
Home » News » ચોકીદાર ચોર કહી ફસાયા રાહુલ ગાંધી : સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ, 22મીએ થશે ફેંસલો

ચોકીદાર ચોર કહી ફસાયા રાહુલ ગાંધી : સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ, 22મીએ થશે ફેંસલો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રફાલ મામલે આપેલા નિવેદન અંગે સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી જવાબ માગ્યો. રાહુલ ગાંધીએ રફાલમાં ચોકીદાર ચોર હોવાનું નિવેદન આપ્યુ હતુ.

જે બાદ રાહુલ ગાધી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટને કાર્યવાહી કરી. રાહુલ ગાંધીને આ મામલે સોમવાર સુધીમાં જવાબ આપવાના આદેશ આપ્યા છે. જ્યારે આ મામલે વધુ સુનાવણી 22મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપના સાંસદ સાંસદ મીનાક્ષી લેખીએ અવમાનનાની અરજી દાખલ કરી. મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટના રફાલના ચુકાદાને તોડી મરોડીને રજૂ કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત આ અરજીમાં રાહુલ ગાંધી દ્વારા રફાલ ડીલમાં પીએમ મોદી અંગે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે, રાહુલ ગાંધી રફાલ મામલે સતત પીએમ મોદીને ઘેરી રહ્યા છે. તેઓ પોતાના ભાષણમાં ચોકીદાર ચોરના નારા લગાવી રહ્યા છે. જેથી મીનાક્ષી લેખીએ આ મામલે સુપ્રીમમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ અવમાનનાની અરજી દાખલ કરી છે.

READ ALSO

Related posts

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar

5 વર્ષમાં PM મોદીએ વારાણસીની કાયાપલટ કરી નાંખી, આ છે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ

Riyaz Parmar

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

Path Shah