GSTV
Home » News » રાહુલ ગાંધીને પંદર હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા

રાહુલ ગાંધીને પંદર હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા

અમદાવાદમા એડીસી બેન્ક માનહાની કેસમાં કોર્ટ સમક્ષ હાજર થયેલા રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે અને વધુ સુનાવણી સાત સપ્ટેમ્બરે હાથ ધરાવવાની છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના જામીનદાર બન્યા છે. કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ અને લોકસભા ચૂંટણી પરિણામ બાદ આજે પ્રથમ વખત રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને ઘી કાંટાની મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા હતા.

આજના દિવસનો ઘટનાક્રમ

રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ મેટ્રો કોર્ટ પહોચ્યા હતા. ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે તેમની જુબાની લેવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. જેને જજે મંજૂરી કરી હતી. કોંગ્રેસના કાર્યકરોની ભીડથી આખો કોર્ટરૂમ ભરાઈ ગયો હતો. જેને પગલે કોર્ટરૂમને અંદરથી બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીને જજે પૂછ્યું તમને ગુનો કબૂલ છે, તેના જવાબમાં રાહુલે કહ્યું હું દોષિત નથી.

જજ હાલ તેમને કેસને લગતી વિગતો પૂછી રહ્યા છે. રાહુલ ગાંધીએ ડોક્યુમેન્ટમાં પાર્લામેન્ટના સ્પેલિંગમાં મિસ્ટેક હોવાનું જણાવ્યું હતું. જ્યારે કોર્ટના ડોક્યુમેન્ટમાં એડ્રેસ ભૂલ હતી. દરમિયાન રાહુલની સાથે અહેમદ પટેલ, અર્જૂન મોઢવાડીયા, રાજીવ સાતવ, અમિત ચાવડા કોર્ટમાં હાજર છે. એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ એરપોર્ટથી લઇને અમદાવાદ મેટ્રો કોર્ટ સુધી રાહુલનું સ્વાગત કર્યુ હતું.

READ ALSO

Related posts

અમિત શાહનો ગુજરાત પ્રવાસ આ કારણે થઈ શકે છે રદ, લક્ષચંડી યજ્ઞમાં હાજરી આપવાના હતા

Nilesh Jethva

કેન્દ્ર સરકારે રાજ્યોને આપી ક્રિસમસની સૌથી મોટી ભેટ : 35,298 કરોડ રૂપિયા ચૂકવ્યા, ગુજરાતને પણ મળી રાહત

Mansi Patel

પ્રિયંકા ગાંધીના ઇન્ડિયા ગેટ પર ધરણાં, ભારત એ ગુંડાઓની જાગીર નથી

Karan
Do NOT follow this link or you will be banned from the site!