GSTV
Home » News » અમદાવાદમાં રાહુલ ગાંધીએ સર્કીટ હાઉસમાં કરી કોંગી ધારાસભ્યો સાથે મુલાકાત

અમદાવાદમાં રાહુલ ગાંધીએ સર્કીટ હાઉસમાં કરી કોંગી ધારાસભ્યો સાથે મુલાકાત

અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ સર્કિટ હાઉસમાં કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.મેટ્રો કોર્ટમાં જુબાની આપી જામીન લઈ બહાર આવ્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.અહીં તેમણે કોંગ્રેસના ધારાસભ્યો ઉપરાંત અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે પણ ચર્ચા કરી હતી. વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે રાહુલ ગાંધીએ બધા સાથે ચર્ચા કરી હોવાનું મનાય છે.. જોકે કોંગ્રેસના નેતાઓ આને શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યા છે.

અમદાવાદમાં એડીસી બેન્ક માનહાની કેસમાં રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજરી આપી હતી. મહત્વનું છે કે નોટબંધી સમયે એડીસી બેન્કમાં મોટાપાયે નોટ એક્સચેન્જ કરાવવામાં મોટાપાયે ગેરરિતી થઈ હોવાનો રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધીએ મીડિયા અને સોશિયલ મીડિયામાં એવો આક્ષેપ કર્યો હતો કે નોટબંધી સમયે એડીસી બેન્કમાં 745 કરોડ રૂપિયાની જૂની નોટ બદલાઈ છે. આ મામલે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે માનહાની ફરિયાદ નોંધાવી હતી.

  • નોટબંધી સમયે રાહુલ ગાંધીએ લગાવ્યા આક્ષેપો
  • મીડિયા અને સોશિયલ મીડિયામાં આપ્યા નિવેદનો
  • નોટબંધી સમયે એડીસી બેન્કમાં ૭૪૫ કરોડની જૂની નોટ બદલાઈ
  • બેન્કના ચેરમેન અજય પટેલે નાંધાવી ફરિયાદ
  • રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે ફરિયાદ

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!