GSTV
Home » News » મોદી પર મણિશંકર ઐય્યરનાં નિવેદન મામલે રાહુલ ગાંધીની શિખામણ: મુદ્દા પર લડો,નફરત ન ફેલાવો

મોદી પર મણિશંકર ઐય્યરનાં નિવેદન મામલે રાહુલ ગાંધીની શિખામણ: મુદ્દા પર લડો,નફરત ન ફેલાવો

કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરનું ‘નીચ’ નિવેદન વેગ પકડતું જાય છે. વડાપ્રધાન મોદી પર કરેલી ટિપ્પણી પર ભાજપ-કોંગ્રેસ નેતાઓ સામસામે આવી ગયા છે. ઐય્યરની ટિપ્પણીની કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં જણાંવ્યું છે કે,નિતીગત રીતે આપણે એકબીજાની ઓલચના જરૂર કરવી જોઇએ. પરંતુ એકબીજા સામે હિંસા કે નફરત ન ફેલાવવી જોઇએ.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક ટ્વિટમા જણાંવ્યું છે કે,’હું રાજનિતીમાં એક નવી પરિભાષાને આગળ ધપાવી રહ્યો છું. અમે લોકો મુદ્દા પર એકબીજાની વિરૂદ્ધ લડીશું. વિચારધારા મામલે પમ ખુબ લડીએ પરંતુ એકબીજા વિરૂદ્ધ હિંસા અથવા નફરત ક્યારેય ન કરવી જોઇએ.આવું કરવું ખોટું છે’

બીજી તરફ વડાપ્રધાન મોદી પર મણિશંકર ઐય્યરે કરેલી ટિપ્પણી મામલે ભાજપનું કહેવું છે કે,કોંગ્રેસનાં બેવડા વલણ સાહિત થઇ ગયા છે. કોંગ્રેસનો અભિમાન છત્તો થઇ ગયો છે તેથી તેણે આ મામલે જવાબ આપવો જોઇએ. ગૃહ પ્રધાન રાજનાથ સિંહનું કહેવું છે કે મણિશંકર ઐય્યરે જે નિવેદન આપ્યું તે એક વેબસાઇટ પર લેખમાં લખવામાં આવ્યું છે. તે મામલે કોંગ્રેસનું શું કહેવું છે.

READ ALSO

Related posts

સાઉદી: અરામકો ઓઇલ પ્લાન્ટ પર હુમલા બાદ ભારતમાં ઉથલપાથલ, પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં તોતિંગ ઉછાળો

Riyaz Parmar

પીઓકે એ ભારતનો જ હિસ્સો, મોદી સરકારે વિશ્વને આપ્યો સ્પષ્ટ જવાબ

Riyaz Parmar

ધરપકડથી બચવા રાજીવ કુમાર CBI પકડથી દુર, શોધખોળ માટે વિશેષ ટીમની રચના કરાઈ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!