GSTV
Gujarat Government Advertisement

મોદીએ ચીનને આપી દીધી ક્લિનચીટ : સોશિયલ મીડિયા લાલચોળ, રાહુલે કહ્યું પીએમએ ભારતીય ક્ષેત્રને સરેન્ડર કરી દીધા

ચીન

Last Updated on June 20, 2020 by Karan

લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ખાતે ચીન સાથેની હિંસક અથડામણમાં 20 જવાનોની શહીદીને લઈ દેશભરમાં આક્રોશ વ્યાપેલો છે. ત્યારે આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વલણ સામે સવાલો કર્યા છે. ઉલ્લેખનીય છેકે વડાપ્રધાને કોઈ આપણી સરહદમાં નથી ઘૂસ્યું અને આપણી કોઈ પોસ્ટ બીજાના કબજામાં નથી તે અર્થનું નિવેદન આપ્યું હતું. આ બાબતે રાહુલ ગાંધીએ મોદીને આક્રમક બનીને સવાલો કર્યા છે. અમિત શાહે ઓછી રાજનીતિ કરવાની વાત કરી રાહુલની ઝાટકણી કાઢી છે પણ સોશિયલ મીડિયામાં મોદીએ ચીનને 22 શહિદ જવાનોના મોત બાદ ક્લિનચીટ આપી દીધી હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યાં છે.

રાહુલ ગાંધીએ ચીની આક્રમકતા સામે વડાપ્રધાને ભારતીય ક્ષેત્ર સરેન્ડર કરી દીધા તેવો આરોપ લગાવ્યો હતો. સાથે જ જો ભારતીય જવાનો શહીદ થયા તે ચીનની જમીન હતી તો આપણા સૈનિકોને શા માટે મારવામાં આવ્યા અને ક્યાં મારવામાં આવ્યા તેવો સવાલ કર્યો હતો. હકીકતે વડાપ્રધાને શુક્રવારે સર્વદળીય બેઠક બાદ ‘કોઈ આપણી સરહદમાં ઘૂસ્યુ નથી અને આપણી કોઈ પોસ્ટ બીજાના કબજામાં નથી. પરંતુ જેમણે ભારત માતા સામે આંખ ઉઠાવીને જોયું તેમને તે પાઠ ભણાવીને ગયા’ તેવું નિવેદન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ વડાપ્રધાનના આ નિવેદનને લઈ સવાલ કર્યો છેકે ભારતીય જવાનો શહીદ થયા તે ચીનની જમીન હતી તો આપણા જવાનોને શા માટે અને ક્યાં મારવામાં આવ્યા? ગાલવાન ઘાટી ક્ષેત્રમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ વડાપ્રધાને ચીન મુદ્દે ચર્ચા કરવા સર્વદળીય બેઠકનું આયોજન કર્યું હતું. તેમણે તમામ રાજકીય દળોને આપણી સેના સરહદનું સંરક્ષણ કરવા સંપૂર્ણપણે સક્ષમ છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Dhruv Brahmbhatt

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana

જળયાત્રા / ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, નીતિન પટેલનું રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!