GSTV

તાનાશાહ/ રાહુલે M નામથી શરૂ થતા તાનાશાહોનું લિસ્ટ જાહેર કર્યું, મોદીનું નામ નથી પણ આડકતરો કર્યો ઈશારો

Last Updated on February 3, 2021 by Karan

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક લિસ્ટ જારી કરી અને લખ્યું કે આટલા બધા તાનાશાહોના નામ M થી જ કેમ શરૂ થાય છે. આ દરમિયાન રાહુલ ગાંધી તરફથી વિશ્વના કેટલાક તાનાશાહોના નામ પણ જારી કરવામાં આવ્યા.

રાહુલ ગાંધી તરફથી સતત કૃષિ કાયદાના મુદ્દે સરકાર પર નિશાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં એફ.માર્કોસ (ફિલિપાઈન્સ), બી. મુસોલિની (ઈટલી), એસ. મિલોસેવિક (સર્બિયા), હુસ્ની મુબારક (મિસ્ત્ર), મોબુતૂ (કાંગો), મિશેલ મિકોમબેરો (બુરૂંડી), પરવેજ મુશર્રફ ( પાકિસ્તાન)નું નામ સામેલ કર્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી સતત કૃષિ કાયદાના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

સરકારે પુલ બનાવવા જોઈએ, દિવાલો નહીં

દિલ્હીની સરહદની આસપાસ પોલીસ દ્વારા જો બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને પણ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રશ્ન ઉભા કર્યા હતા. દિલ્હીના બોર્ડર પર સિમેન્ટથી બેરિકેડિંગ કરવામાં આવી રહી છે. રસ્તા પર ખીલા લગાવવામાં આવી રહ્યા છે. આને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી કહેવામાં આવ્યુ હતું કે સરકારે પુલ બનાવવા જોઈએ, દિવાલો નહીં.

કૃષિ કાયદા સિવાય પણ ચીન મુદ્દે, અર્થવ્યવસ્થા સહિત ઘેરી

કૃષિ કાયદા સિવાય પણ ચીન મુદ્દે, અર્થવ્યવસ્થા સહિત કેટલાક અન્ય મુદ્દા પર પણ કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે કોઈની વાત ના સાંભળવા અથવા ચર્ચા ના કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!