ખેડૂતો દિલ્હીની બોર્ડર પર છેલ્લા 6 દિવસથી મોરચો માંડીને બેઠા છે ત્યારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકારને ફરી નિશાને લીધી. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અન્નદાતા રસ્તા પર ધરણા કરી રહ્યા છે ત્યારે ટીવી પર જુઠ્ઠાણા ચાલી રહ્યા છે. ખેડૂતોની મહેનતનું આપણા પર ઋણ છે.
अन्नदाता सड़कों-मैदानों में धरना दे रहे हैं,
— Rahul Gandhi (@RahulGandhi) December 1, 2020
और
‘झूठ’ टीवी पर भाषण!
किसान की मेहनत का हम सब पर क़र्ज़ है।
ये क़र्ज़ उन्हें न्याय और हक़ देकर ही उतरेगा, न कि उन्हें दुत्कार कर, लाठियाँ मारकर और आंसू गैस चलाकर।
जागिए, अहंकार की कुर्सी से उतरकर सोचिए और किसान का अधिकार दीजिए।
આ ઋણ તેમને ન્યાય અપાવીને જ ઉતરશે, તેમને લાઠીઓ મારીને કે તેમને ધુત્કારીને તેમનુ ઋણ ચુકવી નહીં શકાય. રાહુલ ગાંધીએ પીએમ મોદીનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે, જાગો અને અને અહંકારની ખુરશી પરથી નીચે ઉતરીને વિચારો અને ખેડૂતોને તેમનો અધિકાર આપો. તો રાહુલ ગાંધીના આ ટ્વિટને લઇને ભાજપે પલટવાર કર્યો હતો.
READ ALSO
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત હાથ ધરી, ટિકિટ વાંચ્છુકો માટે બનાવાયા નિયમો
- અમદાવાદ/ કોરોના કેસોમાં સતત ઘટાડો, નવા 81 દર્દીઓ નોંધાયા, પરિસ્થિતિમાં આવી કાબુમાં
- ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી
- પ્રત્યાર્પણથી બચવા વિજય માલ્યાનો વધુ એક કીમિયો, Human Rights હવાલો આપી માંગી બ્રિટન પાસે મદદ, જાણો હજુ કેટલા વિકલ્પ બાકી
- ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ / હજુ અંતિમ નિર્ણય બાકી, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો