GSTV
Home » News » રાહુલ ગાંધીએ મોદીની લીધી ઓનલાઈન એક્ઝામ, ટ્રોલ થયા બાદ કર્યો મોટો ખુલાસો

રાહુલ ગાંધીએ મોદીની લીધી ઓનલાઈન એક્ઝામ, ટ્રોલ થયા બાદ કર્યો મોટો ખુલાસો

રાફેલ ડીલ મામલે કોંગ્રેસ સતત આક્રમક થતી દાય છે. લોકસભામાં ગઈકાલે આ મામલે મોટો હોબાળો થયો હતો. આ બાદ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ટ્વિટ કરીને વડાપ્રધાનને ચાર સવાલ પૂછ્યા હતા. જોકે તેમાં રાહુલે ચોથો સવાલ નહતો પૂછ્યો. આ સવાલ તેણે કલાકો પછી પોસ્ટ કર્યો હતો. આ કારણથી તે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા. ત્યારપછી તેમણે ટ્વિટ કર્યું હતું કે, તેમણે જાણી જોઈને આવું કર્યું છે. આ પહેલાં બુધવારે સંસદમાં રાફેલ મુદ્દે ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. લોકસભામાં ટેપ ચલાવવા મામલે જોરદાર હોબાળો મચ્યો હતો. રાહુલના મનોહર જાળમાં ભાજપે ફસાયા બાદ જેટલીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે એટલે સુધી ચીમકી આપી છે કે, અમારી સરકાર આવી તો સૌ પ્રથમ આ કેસની તપાસ કરાશે.

રાહુલે બુધવારે રાતે 8.51 મિનિટે ટ્વિટમાં લખ્યું- કાલે સંસદમાં રાફેલ ડીલ પર પીએમ મોદીની ઓપન બુક એક્ઝામ છે. એક્ઝામના સવાલ અહીં પહેલેથી જ આપવામાં આવી રહ્યા છે. આ બાદ અનેક ચર્ચાઓ જાગી હતી. રાહુલ ગાંધી રાફેલ મામલે સતત આકરા પ્રશ્નો કરી રહ્યાં છે. મોદી સરકાર આ મામલે સતત એલર્ટ બની રહી છે.

  • પહેલો સવાલ- એરફોર્સને 126 એરક્રાફ્ટની જરૂર હતી તો પછી 36 એરક્રાફ્ટ જ કેમ?
  • બીજો સવાલ- એક વિમાનની કિંમત રૂ. 560 કરોડ હતી તે હવે રૂ. 1600 કરોડ કેમ?
  • ચોથો સવાલ (ત્રીજો સવાલ પૂછ્યો જ નહીં) – એચએએલની જગ્યાએ એએ (અનિલ અંબાણી)ની કેમ પસંદગી કરી?

ત્રીજો સવાલ ન લખ્યો હોવાથી રાહુલ ગાંધી ખૂબ ટ્રોલ થયા. તે પછી રાહુલે રાતે અંદાજે 11.13 વાગે એક ટ્વિટ કરીને કહ્યું કે, તેમણે જાણી જોઈને આવું કર્યું છે. પરંતુ હવે લોકોની માંગણીથી તેઓ ત્રીજો સવાલ પૂછી રહ્યા છે. આ સવાલમાં રાહુલ ગાંધીએ પૂછ્યું કે, મોદીજી પ્લીઝ જણાવો કે, પર્રિકરજીએ રાફેલની ફાઈલ તેમના બેડરૂમમાં કેમ રાખી છે? ત્યારપછી તેમણે કટાક્ષ કરતાં કહ્યું પણ ખરું કે, આ સવાલોના જવાબ મોદીજી જાતે આપશે કે તેમના કોઈ પ્રોક્સીને મોકલશે? આમ રાહુલે કાલે twitter પર પણ મોદીને નિશાને બનાવ્યા હતા.

Related posts

વીરપ્પન ઠાર મારનારા પોલીસ અધિકારીને કાશ્મીરમાં અમિત શાહે સોંપી મોટી જવાબદારી

Bansari

CM ઉદ્ધવ ઠાકરેની PM સાથે પહેલી મુલાકાત, ફડણવીસની સામે આવી રીતે મળ્યા મોદીને

Nilesh Jethva

શંકાઓના ઘેરામાં હૈદરાબાદ એન્કાઉન્ટર, તેલંગાણા હાઈકોર્ટે મૃતદેહને સુરક્ષિત રાખવાનો આદેશ કર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!