GSTV

LAC ઉપર ચીનની ઘુસણખોરીને લઈને સુરક્ષા મંત્રાલયે જાહેર કર્યા આ ડોક્યુમેન્ટ, રાહુલ ગાંધીએ PM ઉપર સાધ્યું નિશાન

ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદે તણાવની સ્થિતિ છે ત્યારે આ અંગે સંરક્ષણ મંત્રાલયે એક ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે. જેમાં ચીને મે મહિનામાં એલએસીમાં ઘુસણખોરી કરી હોવાની વાત સામે આવી છે. તો આ બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે અને તેણે વડાપ્રધાન ઉપર નિશાન સાધીને ખોટું કેમ બોલી રહ્યાં છે જેવા સણસણતા પ્રશ્નો ઉઠાવ્યાં છે.

આ વિસ્તારમાં કરી છે ચીને ઘુસણખોરી

સંરક્ષણ મંત્રાલયે એક ડોક્યુમેન્ટ જાહેર કરી સ્વીકાર કર્યો છે કે ચીને મે મહિનામાં એલએસી પર ઘૂસણખોરી કરી હતી. ખાસ કરીને ગલવાન વેલી, પેંગોગત્સે, ગોગરા અને હોટ સ્પ્રિંગ્સ જેવા વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડોક્યુમેન્ટ્સમાં આ જાણકારી આપવામાં આવ્યા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી પીએમ પર નિશાન સાધ્યું છે અને લખ્યું કે, વડાપ્રધાન ખોટું કેમ બોલી રહ્યાં છે ? રાહુલ ગાંધીએ ચીનની ઘૂસણખોરીના સમાચારને શેર કરતાં આ સવાલ ઉઠાવ્યા છે.

Related posts

IPL 2020: રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ લાચાર, મેચ નિરસ

Bansari

હજીરા/ જિલ્લા કલેક્ટરનું આવ્યું નિવેદન, વિસ્ફોટને લીધે દુર સુધી થયું કંપન

pratik shah

કોરોના/ સરકારી આંકડાઓને સાચા માનીને બિન્ધાસ્ત ફરતાં હોવ તો વાંચી લેજો, આ એક જ શહેરમાં 1322ના થયા છે મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!