GSTV

હોશિયારપુર રેપ મર્ડર કેસ: રાહુલ ગાંધીનો ભાજપ પર પલટવાર, આ સરકારોએ ન્યાયની માંગમાં રોડા નાખ્યા તો તેમની સામે પણ લડીશ

પંજાબના હોશિયારપુરમાં 6 વર્ષની એક બાળકી સાથે બળાત્કાર અને હત્યા મામલે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું છે કે પંજાબ અને રાજસ્થાન સરકારે ક્યારેય બળાત્કારના કેસોમાં ક્યારેય ન્યાયનો રસ્તો રોક્યો નથી. જો તે ઉત્તર પ્રદેશ સરકારની જેમ ન્યાયનો રસ્તોમાં અડચણ ઉભી કરશે તો તેઓ તે રાજ્યમાં પણ ન્યાયની લડાઈ લડશે. આ પહેલા ભાજપે 6 વર્ષીય બાળકી પર બળાત્કાર અને બાદમાં તેની હત્યા કરી મોત નિપજાવવાની ઘટનાને લઈને રાહુલ ગાંધીના મૌન પર સવાલો ઉભા કર્યા હતા.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીનો કેન્દ્રીય મંત્રીઓને જડબાતોડ જવાબ

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર થી વિપરીત પંજાબ અને રાજસ્થાન સરકારે ક્યારેય પણ ઇન્કાર નથી કર્યો કે યુવતી સાથે બળાત્કાર થયો હોય. તેમણે ક્યારેય પરિવારને ધમકાવ્યા નથી અને ન તો ન્યાયના રસ્તે અડચણ ઉભી કરી. જો તેઓ ક્યારેય પણ એવું કરશે તો ત્યાં પણ ન્યાયની માંગ માટે લડાઈ લાડવા જઈશ.

રાહુલ ગાંધીના મૌન પર ઉઠાવ્યા હતા સવાલ

વાસ્તવમાં, ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે બળાત્કાર અને હત્યા મામલે ન્યાયની માંગ કરી રહેલા રાહુલ ગાંધીને ભાજપે પંજાબના હોશિયારપુર જિલ્લામાં 6 વર્ષની દલિત બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે ઘેરવાનું શરૂ કર્યું હતું. જાવડેકરે રાહુલ ગાંધીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા અને સાથે આરોપ લગાવ્યો છે કે જે લોકો હાથરસની ઘટનાને લઈને વાત કરી રહ્યા છે તે ટાંડાની ઘટના પર સંપૂર્ણપણે ચૂપ છે.

કોંગ્રેસના વિરોધીઓ પર પલટવાર

કોંગ્રેસે આ મામલે નાણામંત્રી નિર્મળ સીતારામન અને પ્રકાશ જાવડેકર તરફથી રાહુલ ગાંધી પર નિશાન સાધવાને લઈને પલટવાર કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે કેન્દ્રીય મંત્રીઓએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના હાથરસ મુલાકાત પર સવાલ ઉભા કરીને પીડિતાનું અપમાન કર્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!