કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધુ છેકે, તેઓ હવે આગળ પાર્ટીનાં અધ્યક્ષ પદે રહેવા માંગત નથી. તેમણે પોતાનું રિપ્લેસમેન્ટ શોધવા માટે પાર્ટીને એક મહિનાનો સમય આપ્યો છે. રાહુલ ગાંધીએ જોર આપીને કહ્યુ છેકે, નવા અધ્યક્ષ નોન ગાંધી જ હોવા જોઈએ. જેથી હાલ પાર્ટી તેના પ્રયાસોમાં લાગી છે. એવામાં સૂત્રોનાં હવાલાથી ખબર આવ્યા છેકે, કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ માટે એ.કે. એન્ટનીના નામ ઉપર વિચાર કરી રહી છે.

જો વર્કિંગ કમિટીના સદસ્યોની સહમતિ હશે, તો એ.કે. એન્ટની કોંગ્રેસનાં અંતરિમ અધ્યક્ષ બની શકે છે. UPA સરકારમાં એ.કે. એન્ટની રક્ષા મંત્રી રહી ચૂક્યા છે. પાર્ટીમાં વિચાર ચાલી રહ્યો છેકે, કોંગ્રેસે પોતાના અંતરિમ અધ્યક્ષના રૂપમાં એક વરિષ્ઠ નેતાનું નામ લેવું પડશે, જે સામૂહિક નિર્ણય લેવા માટે નેતાઓના એક કોલેજીયમની અધ્યક્ષતા કરી શકે. પાર્ટીમાં એકે એન્ટનીની છાપ સારી છે. એવામાં મનાઈ રહ્યુ છેકે,અંતરિમ અધ્યક્ષનાં રૂપમાં સહમતિ બની શકે છે.

હાર બાદ રાહુલે કરી રાજીનામાની રજૂઆત
ચૂંટણી બાદ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યુ હતુકે, તેઓ એક સામાન્ય કાર્યકર્તાની હેસિયતથી કામ કરવા માંગે છે. તેઓ દેશભરમાં ફરીને કોંગ્રેસનાં જનાધાર વધારવાનું કામ કરશે.

લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરી શકે છે રાહુલ ગાંધી
સૂત્રોનું કહેવું છેકે, લોકસભામાં રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના નેતા બનવા માટે માનાવવામાં આવી રહ્યા છે. જોકે, એવું મનાઈ રહ્યુ છેકે, આવતા સપ્તાહે લોકસભામાં કોંગ્રેસ નેતા કોણ હશે તેની ઔપચારિક જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષના પદ પરથી રાજીનામા પર અડગ હોવાના કારણે અંતરિમ પ્રેસિડેંટ અને તેમની સહાયચા માટે કોલેજિયમની ચર્ચાએ જોર પકડ્યુ છે.

મોટા નેતાઓથી છે નારાજ
આની પહેલાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસ નેતાઓની નિષ્ક્રિયતાને લઈને તેઓની ઉપ નિશાન સાધ્યુ હતુ. તેમણે એ પણ કહ્યુ હતુકે, ઘણા નેતાઓએ પાર્ટીની આગળ પોતાના પુત્રોને રાખ્યા હતા. તેમને ટિકિટ આપવા માટે દબાણ કર્યુ હતુ. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ, પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનું નામ સામેલ છે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ