GSTV

દલિત બાળકી સાથે રેપ બાદ હત્યા: પૂજારીએ બાળા સાથે હૈવાનિયત કરી અંતિમ સંસ્કાર પણ કરી દીધા, ન્યાય અપાવવા નેતાઓ આગળ આવ્યા

Last Updated on August 4, 2021 by Pravin Makwana

દિલ્હીમાં 9 વર્ષિય દલિત બાળકી સાથે રેપ અને હત્યાના મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, પીડિત પરિવાર ન્યાય માગે છે. તેમને બીજી કંઈ જોઈએ નહીં. પીડિત પરિવારનું કહેવુ છે કે, તેમની સાથે ન્યાય નથી થઈ રહ્યો. એટલા માટે તેમને મદદની જરૂર છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ તેમની સાથે ઊભા છે.

આ બાજૂ સ્થાનિક લોકો પણ આ ઘટનાના વિરોધમાં રવિવારે રાતથી પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલો દિલ્લીના ઓલ્ડ નાંગલ ગામનો છે. જ્યાં શ્મશાનના વોટર કૂલરનું પાણી લેવા ગયેલી 9 વર્ષિય દલિત બાળકી સાથે રેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે શ્મશાનના પૂજારી રાધેશ્યામ સહિત 4 લોકો આરોપી છે. બાળકીની માતાનું કહેવુ છે કે આરોપીએ તેમની મરજી વગર બાળકીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.

કેજરીવાલ

પૂજારી અને તેમના અમુક સાથીઓએ બાળકીના ઘરવાળાને બોલાવીને કહ્યુ હતું કે, વોટર કુલરમાંથી પાણી ભરતી વખતે કરંટ લાગવાથી બાળકીનું મોત થયુ છે. તેમણે બાળકીની માતાને કહ્યુ કે, પોલીસને બોલાવતા નહીં, નહીંતર પોસ્ટમોર્ટમ થશે અને તેના અંગો કાઢી લેવામાં આવશે. આવુ કહીને પૂજારીઓએ અંધારામાં રાખીને બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે, તે પણ પીડિત પરિવારની મુલાકાત કરશે અને ન્યાય અપાવવા માટે તેમની મદદ કરશે. આ બાજૂ ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરે પણ પીડિત પરિવારની મુલાકાત કરી કહ્યુ હતું કે, તેમનું સંગઠન બાળકીને ન્યાય અપાવવા માટે પ્રદર્શનમાં શામેલ થશે.

READ ALSO

Related posts

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!