GSTV
Home » News » રાહુલ ગાંધીનો મોટો આરોપ, નોટબંધીમાં અમિત શાહની બેંકે 700 કરોડ રૂપિયા કાળામાંથી ધોળા કર્યા

રાહુલ ગાંધીનો મોટો આરોપ, નોટબંધીમાં અમિત શાહની બેંકે 700 કરોડ રૂપિયા કાળામાંથી ધોળા કર્યા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના પુર્ણિયામાં જનસભા સંબોધી મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, પીએમ મોદીએ 15 લાખ રૂપિયા ગરીબના ખાતામાં નાખવાનો વાયદો કર્યો હતો. પરંતુ આ વાયદો આજે પૂર્ણ કરવામાં આવ્યો નથી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, બે કરોડ યુવાઓનો રોજગાર આપીશ. પણ રોજગારી આપવા પીએમ મોદીએ દેશની જનતા સમક્ષ જુઠ્ઠાણુ ફેલાલ્યુ. સરકારે દેશના ખેડૂતો માટે કોઈપણ પ્રકારનું કામ કર્યુ નથી.

રાહુલ ગાંધીએ ચોદીદાર અંગે પણ પીએમ મોદીને સવાલ કર્યા. તેમણે જણાવ્યુ કે, ચોકીદાર માત્ર અમીરના ઘરે હોય છે. જ્યારે ગરીબના ઘરે ચોકીદાર હોતા નથી. પીએમ મોદીએ અનિલ અંબાણી, નિરવ મોદી અને વિજય માલ્યાની ચોરીદારી કરી. રફાલમાં સરકારે કરોડો રૂપિયાનો ગાટોળો કર્યો. દેશની જનતાના ખિસ્સામાંથી નાણા કાઢીને પીએમ મોદીએ અનિલ અંબાણીના ખિસ્સામાં નાખ્યા. રાહુલ ગાંધીએ કહ્યુ કે નોટબંધી દરમ્યાન અમિત શાહની બેંકે 700 કરોડ રૂપિયાને કાળામાંથી ધોળા કર્યા.

READ ALSO

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

અધધધ…ચોથા તબક્કાનાં 300થી વધુ ઉમેદવારો કરોડપતિ,આ ઉમેદવારતો સાક્ષાત ધનકુબેર

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah