GSTV
Gir Somnath Gujarat Polls 2017 ગુજરાત ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીની સોમનાથ મુલાકાત વિવાદમાં, બિનહિન્દુના રજીસ્ટરમાં નોંધ કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતની 89 બેઠકો માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી દીધા છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 9 ડિસેમ્બરે થવાની છે. ભાજપ સત્તા ટકાવવા એડિચોટીનું જોર લગાવી રહીં છે. જેને કારણે ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જનસભાઓ ગજવી રહ્યા છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ દાદાના દર્શન કરી પોતાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.

જોકે, સોમનાથ મંદિરની મુલાકાત દરમ્યાન રાહુલ ગાંધીએ બિનહિંદુ તરીકે રજીસ્ટરમાં નોંધ કરી હતી. રાહુલ ગાંધી અને અહેમદ પટેલે  સોમનાથ ટ્રસ્ટના નિયમોનું પાલન કરતાં મંદિરમાં દર્શને જતાં પહેલા રજીસ્ટરમાં નોંધ કરી હતી. તેમણે અને અહેમદ પટેલે હિન્દુ ધર્મ ન પાળતા હોવાથી તેમણે મંદિરના નિયમ મુજબ દર્શન કરતા પહેલા બિનહિન્દુના રજીસ્ટરમાં નોંધ કરી હતી. આ સાથે જ મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલ ગાંધીએ વિઝીટર બૂકમાં લખ્યું હતુ. રાહુલ ગાંધીએ લખ્યું કે, આ બહુ પ્રેરણાદાયક સ્થળ છે. બપોરે રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દર્શન કરી સૌરાષ્ટ્રની નવસર્જન યાત્રાનો આરંભ કર્યો.

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

Hardik Hingu

કોર્પોરેશનની મુખ્ય કચેરીએ પાણી મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન

GSTV Web Desk
GSTV