GSTV

દેશના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે મોદી સરકાર, MSME સેક્ટરને લઇ રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

Last Updated on June 24, 2021 by Zainul Ansari

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર દેશના ભાવિ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધતા ટ્વિટ કરી હતી કે,‘આજએ એમએસએમઈ ક્ષેત્રના લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી દેશના વર્તમાનને નાટ્યશાસ્ત્ર થકી ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યાં છે.

રાહુલ

અગાઉ રાહુલ ગાંધીએ રસીકરણને લઇને પણ મોદી સરકાર પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા જણાવ્યું કે કોરોના રસીકરણ જ્યા સુધી સતત મોટા સ્તરે નથી થતુ, ત્યા સુધી આપણો દેશ સુરક્ષિત નથી. દુર્ભાગ્યે, કેન્દ્ર સરકાર PR ઇવેન્ટથી આગળ નથી વધી રહી.

રાહુલ ગાંધી જારી કર્યો હતો ‘વાઇટ પેપર’

અગાઉ રાહુલ ગાંધીએ મંગળવારે એક વાઇટ પેપર જારી કર્યો હતો અને જણાવ્યું હતુ કે આ પેપરની મદદથી સરકારને બીજી લહેર દરમિયાન થયેલી ભૂલો અંગે જણાવવામાં આવશે, જેથી ત્રીજી લહેર માટે અત્યારથી તૈયારી શરૂ થઈ શકે. તેમાં મોદી સરકારની ભૂલ અંગે જણાવવામાં આવશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે કોરોના અંગેના અમારા વ્હાઇટ પેપર રિપોર્ટ પાછળનો વિચાર માહિતી પૂરી પાડવાનો છે જેથી આવનારી લહેરમાં મોતને રોકી શકાય. ભારત સરકારે દેશના હિતમાં અમારા રચનાત્મક ઇનપુટ પર કામ કરવું જોઈએ. તેની સાથે તેમણે જણાવ્યું કે કેન્દ્રને વૈજ્ઞાનિકો અને ડોકટરોની સલાહ લેવાની જરૂર છે. મનમોહનસિંહે સલાહ આપી ત્યારે સરકારી મંત્રીઓએ તેમની મજાક ઉડાવી, પણ બે મહિના પછી સરકારને આવું કરવું પડ્યું.

Read Also

Related posts

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave

મોટા સમાચાર/ GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા, જાણી લો કઈ રહી બંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!