લોકોને મોટા વાયદાઓ કરી સત્તામાં અમે આવી ગયા : ગડકરીનો આ VIDEO VIRAL

સોશિયલ મીડિયાનો ફાયદો રાજકારણીઓને સૌથી વધારે થયો છે. ચૂંટણી આવવાના ટાણે સોશિયલ મીડિયા પર જૂના વીડિયો શેર કરી સત્તા પર રહેલા પક્ષનો અસલી ચહેરો લોકો સામે રાખી દે છે. અને હવે રાહુલ ગાંધીએ આ તરકીબથી નીતિન ગડકરીના એક વીડિયોને વાયરલ કર્યો છે.

રાહુલ ગાંધીએ નીતિન ગડકરીનો વીડિયો વાયરલ કરી નરેન્દ્ર મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. સાથે આરોપ પણ લગાવ્યો છે કે, લોકોના સપનાઓને તેમણે પોતાના લોભનો શિકાર બનાવ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટર પર વીડિયો શેર કરતા લખ્યું છે કે, ‘સાચું કહ્યું જનતા પણ આજ કહી રહી છે, સરકારે લોકોના સપનાને પોતાના ભરોસે લોભનો શિકાર બનાવ્યે છે.’

રાહુલ ગાંધી એ જે વીડિયો શેર કર્યો છે, તેમાં ગડકરી કથિત રીતે કહી રહ્યા છે, ‘અમને વિશ્વાસ નહોતો અમે સત્તા પર આવીશું. પછી અમારા લોકોએ કહ્યું કે મોટા મોટા વાયદા કરો, હવે સમસ્યા એ છે કે લોકોએ અમને સત્તા આપી દીધી છે.’ આ વીડિયો મરાઠી ભાષામાં છે અને ગડકરી આ વીડિયોમાં નાના પાટેકર સાથે વાતચીત કરી રહ્યા છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter