ઘણી વખત લોકો કહેતા હોય છે કે મેં મારી જાતને બદલી છે પરંતુ આવું કોઈ નેતા કહે તો શું થાય. તાજેતરમાં રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે કે, રાહુલ ગાંધીએ રાહુલ ગાંધીને વર્ષો પહેલા છોડી દીધા છે. રાહુલ ગાંધીના આ નિવેદનની ચારે તરફ ચર્ચા થઈ રહી છે ત્યારે આપણે જાણીએ કે શા માટે તેમને આવું કહ્યું અને તેનો અર્થ શું થાય છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડે યાત્રા દરમિયાન મધ્યપ્રદેશમાં છે. ઈન્દોરમાં આ પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં તો વર્ષો પહેલા જ રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે. રાહુલ ગાંધી તમારા મગજમાં છે મારા મન કે મગજમાં નથી. યાત્રા વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને ભારત જોડો યાત્રાનો પહેલી વખત વિચાર 25 -26 વર્ષની ઉંમરે જ આવ્યો હતો પરંતુ દરેક કાર્ય તેના યોગ્ય સમય વગર થતું નથી, એ જ રીતે ભારત જોડો યાત્રા માટેનો આ શ્રેષ્ઠ સમય છે અને અત્યારે આ યાત્રા થઈ રહી છે.

આ ઉપરાંત રાજસ્થાનમાં ચાલતા વિવાદ વિશે પણ વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પાયલોટ અને ગેહલોત બંને પાર્ટીની સંપત્તિ છે. કોઈ પણ નેતાના નિવેદનથી ભારત જોડો યાત્રા પર અસર થશે નહિ
Also Read
- સુપ્રીમકોર્ટે કહ્યું – કોઈને 2 સીટ પર ચૂંટણી લડતા અમે ન રોકી શકીએ, એ તો સંસદનું કામ
- ભારત-પાકિસ્તાનના ખેલાડી વચ્ચે તુતુ-મેંમેં / ‘બેટા જ્યારે તું અંડર-19 રમી રહ્યો હતો, ત્યારે તારો બાપ…, સોહેલ ખાને જૂની તકરારનો કિસ્સો કર્યો
શેર - જોશીમઠ જમીન ધસવાનો મામલો / 296 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા, કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપી જાણકારી
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા