GSTV

રાહુલનો ફરી મોદી પર પ્રહાર, ‘ભાજપ અનામતને ખત્મ કરવા માગે છે’

સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી નોકરીમાં અનામતને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાદ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે મોદી સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટમાં પુર્નવિચાર અરજી દાખલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું ભાજપ અનામતને ખતમ કરવા માગે છે. તેઓએ વધુમાં કહ્યું કે ભાજપ-આરએસએસના ડીએનએને અનામત ખુંચે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું આરએસએસ-ભાજપની વિચારધારા અનામતના વિરૂદ્ધમાં છે. તેઓ કોઈ પણ રીતે રિઝર્વેશનને ભારતના બંધારણમાં કાઢવા માગે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રિઝર્વેશનને ક્યારેય નહીં દૂર થવા દઈએ, તે પછી મોદીજી સપનું હોય કે મોહન ભાગવતનું સપનું, અમે આવું ક્યારેય નહીં થવા દઈએ.

READ ALSO

Related posts

ખેડૂત આંદોલન/ મોદીનો છે કાર્યક્રમ એ લાલ કિલ્લા પર પહોંચી ખેડૂતોનો લલકાર, કૃષિ કાયદાઓને પાછા હટાવો

Karan

Health Tips/ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે હ્યૂમન ટચ, જાણો હગ કરવાના શું છે ફાયદા

Ankita Trada

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાત્રી કર્ફ્યુમાં રાહતમાં આપ્યા સંકેત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!