રાહુલ ગાંધીએ કહ્યું, મને રાહુલ સર નહીં માત્ર રાહુલ બોલાવો અને છોકરી શરમાઈ ગઈ

Rahul Gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુની મુલાકાતે ગયા હતા. રાહુલ ચૂંટણી પ્રચાર અને પ્રસાર માટે તમિલનાડુની મુલાકાતે હતા. રાજનીતિ અને સમાજથી જોડાયેલા મુદ્દાઓને લઈને તેમણે વિદ્યાર્થીઓ સાથે ચૈન્નઈની સ્ટેલા મૈરિસ કોલેડ ફોર વુમનમાં પરિસંવાદ કર્યો હતો. જ્યાં રાહુલે વિદ્યાર્થીઓ સાથે સીધી મુલાકાત કરી હતી. અને ઘણા સવાલ જવાબ પણ કર્યા હતા.

એક છોકરીએ આ સમયે સવાલ કરીને રાહુલ ગાંધીને સર કહી બોલાવ્યા હતા. રાહુલે વચ્ચે જ અટકાવી કહ્યું હતું કે તમે મને સરની જગ્યાએ રાહુલ કહી બોલાવી શકો છો. જે પછી વિદ્યાર્થિનીઓએ તાળીઓ પાડી હતી. એટલું થતા જ અજરા નામની છોકરી નર્વસ થઈ ગઈ હતી. તેણે ફરી હિમ્મત એકઠી કરી હાય રાહુલ બોલી તો ફરી તાળીઓ પડવા લાગી હતી. તેણે કહ્યું કે મને રાહુલ કહેતા સંકોચ થઈ રહ્યો છે.

સ્ટુડન્ટના આવા રિએક્શન પણ રાહુલ ગાંધી હસતા નજર આવી રહ્યા હતા. એ પછી રાહુલે રિસર્ચ અને એજ્યુકેશન રિલેટેડ સવાલો પૂછ્યા હતા જેના જવાબ રાહુલ ગાંધીએ આપ્યા હતા. એ પછી ઘણી છોકરીઓએ રાહુલ ગાંધીને રાહુલ રાહુલ કહીને બોલાવ્યા હતા. જે વીડિયો પબ્લિક થતા જ વાઈરલ થઈ ગયો હતો. લોકોએ પણ રાહુલની આ વાતની તારીફ કરી હતી. અને કહ્યું હતું કે લીડર આવો જ હોવો જોઈએ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter