GSTV
India News ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીની ભવિષ્યવાણી, મોદી સરકારના પ્લાનિંગ પર દેશ ચાલશે તો ખાડામાં ઉતરી જશે

કોરોના

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા અને કોરોના વાયરસ મુદ્દે ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોના વાયરસને લઇને સરકાર બિલકુલ ગંભીર નથી. ભારતમાં કોરોના વાયરસનું આક્રમણ સુનામીની જેમ ત્રાટકવાની તૈયારીમાં છે. ભારતે ફક્ત કોરોના વાયરસ જ નહીં પરંતુ આવનારી આર્થિક તબાહી માટે પણ તૈયાર રહેવું જોઇએ. હું વારંવાર આ વાત દોહરાવી રહ્યો છું. આપણા લોકો આગામી 6 મહિનામાં અકલ્પનીય દર્દમાંથી પસાર થવાના છે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું છે.

કોરોના વાયરસને લઈને રાહુલ ગાંધીએ ભવિષ્યવાણી કરી છે કે, બહુ મોટી આર્થિક સુનામી દેશમાં આવશે. સરકારને કશું ખબર જ નથી કે શું થઈ રહ્યું છે અને શું થવાનું છે. કોરોના વાયરસના કારણે લોકો આગામી 6 મહિનામાં કલ્પના નહી કરી હોય તેવી આર્થિક પરેશાનીઓમાં મુકાશે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હું સરકારને રોજ કહી રહ્યો છું કે, તૈયારી શરુ કરી દો પણ સરકાર ઉલટી સીધી વાતો કરે છે. એવો ઝાટકો વાગવાનો છે કે કરોડો લોકો હેરાન થશે. હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે, બહુ જલદી કામ શરુ કરે. રાહુલ ગાંધી પહેલા પણ કોરોના વાયરસને લઈને મોદી સરકારની તૈયારીઓની ટીકા કરી ચુક્યા છે.

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV