ભાજપમાં જોડાયેલા આ નેતા વિશે રાહુલ ગાંધીએ કહ્યું, ‘એ ક્યાં મોટા નેતા હતા’

rahul gandhi on Tom Vadakkan

છત્તિસગઢના રાયપુરની મુલાકાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા ટોમ વડક્કન અંગે નિવેદન આપ્યુ. તેમણે કહ્યું કે, ટોમ વડક્કન કોંગ્રેસના દિગ્ગજ નેતા નહોતા. રાહુલ ગાંધીને પત્રકારાઓ સવાલ પુછ્યો હતો કે, ટોમ વડક્કન ભાજપમાં સામેલ થવાથી કોંગ્રેસને કેટલો મોટો ઝાટકો લાગ્યો છે?

તેના જવાબમાં રાહુલ ગાંધીએ આ પ્રકારનું નિવેદન આપ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે, વડક્કન યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના સૌથી નજીકના સાથી હતા. તેઓ પૂર્વ પીએમ રાજીવ ગાંધીના સહાયક પણ રહી ચુક્યા છે. કોંગ્રેસ છોડ્યા બાદ ટોમ વડક્કને જણાવ્યુ હતુ કે, કોંગ્રેસમાં પરિવારવાદની રાજનીતિ ચાલી રહી છે. વંશવાદની રાજનીતિના કારણે મે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter