GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

મોદીએ જે પાંચ વર્ષમાં છીનવ્યું તે અમે પરત કરશું, ‘ડિમોનેટાઇસ્ડ’ને ‘રિમોનેટાઇસ્ડ’ કરવાનો હેતુ

rahul gandhi

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ન્યૂનતમ આવક યોજના(ન્યાય)ના પોતાના વચનથી ભાજપ બેકફૂટ પર આવી ગયાનો દાવો કરતા ગુરૃવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટીની સરકાર બનવા પર મોદી શાસનમાં મંદ પડેલી (ડિમોનેટાઇસ્ડ) થયેલી અર્થવ્યવસ્થામાં ફરી પ્રાણ ફૂંકવામાં (રિમોનેટાઇસ્ડ) આવશે.

રાહુલ ગાંધીએ ૧૧ એપ્રિલથી શરૃ થતી ૧૭મી લોકસભા ચૂંટણી અગાઉ પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘ન્યાય’ યોજનાનો એક ઉદ્દેશ દેશના ૨૦ ટકા ગરીબોને વર્ષમાં ૭૨૦૦૦ રૃપિયા આપવાનો અને બીજો ઉદ્દેશ અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવાનો છે.

રાહુલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં નોટબંધી અને ગબ્બર સિંહ ટેક્સ(જીએસટી) જેવી નિષ્ફળ નીતિઓને કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. આ બંને યોજનાઓને કારણે અસંગઠિત ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું છે. રાહુલે જણાવ્યું હતું કે ‘ન્યાય’ના બે ઉદ્દેશ છે. પ્રથમ ઉદ્દેશ સમાજના સૌથી નિમ્ન સ્તરના ૨૦ ટકા પરિવારોને લઘુતમ આવકની ગેરંટી આપવાનો છે.

બીજો ઉદ્દેશ ‘ડિમોનેટાઇસ્ડ’થયેલી અર્થવ્યવસ્થાને ‘રિમોનેટાઇસ્ડ’ કરવાનો છે. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આ યોજનાનું નામ ‘ન્યાય’ રાખવા પાછળનો એક ઉદ્દેશ છે. અમે આ યોજનાને ‘ન્યાય’ નામ આપ્યું કારણકે છેલ્લા પાંચ વર્ષમાં મોદીએ ગરીબો પાસેથી ફક્ત છીનવ્યું છે, તેમને કંઇ પણ આપ્યું નથી.

modi

વડાપ્રધાને ખેડૂતો, નાના વેપારી, બેકાર યુવાનો, માતાઓ અને બહેનો પાસેથી તેમની આવક તથા બચત છીનવી લીધી છે. અમે આવા લોકોને તેમના નાણા પરત આપવા માગીએ છીએ. રાહુલે ‘ન્યાય’ને પરિવર્તનકારી અને ગરીબી પર પ્રહાર ગણાવતા જણાવ્યું હતું કે આ યોજના નાણાકીય રીતે સંપૂર્ણપણે અમલમાં મૂકવા યોગ્ય છે અને તેનો અમલ નોટબંધી અને જીએસટીની જેમ ઉતાવળમાં કરવામાં આવશે નહીં.

READ ALSO

Related posts

અંતરિક્ષ: રહસ્યમયી પ્રકાશથી પણ વધુ તેજ પદાર્થને જોઈ Nasaના વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત

pratik shah

આગામી સમયમાં દેશમાં કોમ્યુનિટી સ્પ્રેડનું જોખમ, ૯૦ ટકાને Corona થયાની ખબર પણ નહીં પડે

Arohi

PM મોદી ત્રીજી વખત કરશે સંબોધન, સવારે 11 ક્લાકે ‘મન કી બાત’માં અનલોક -1 ‘વિશે ચર્ચા કરે તેવી શક્યતાઓ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!